Home Devbhumi Dwarka ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી ખળભળાટ

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી ખળભળાટ

0

ખંભાળિયાના પોલીસ હેડ ક્વાર્ટરમાં મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી ખળભળાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.દેશ દેવી ન્યુઝ જામનગર ખંભાળિયા 14.ખંભાળિયા ભાણવડ રોડ પર આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં ખંભાળિયા પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ચર્ચાતી વિગત મુજબ મહિલા પોલીસ કર્મચારીએ થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાનું અને આ બંને વચ્ચે વિવાદ ચાલતો હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે.

મૂળ ખેડા જિલ્લાના રહીશ એવા મીરાબેન દશરથભાઈ ચાવડા નામના 29 વર્ષના મહિલા ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેમના પ્રેમ લગ્ન આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે મીઠાપુરની મહાવીર સોસાયટીમાં રહેતા મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી નામના એક યુવક સાથે થયા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન હાલ આશરે ત્રણેક વર્ષનો એક પુત્ર પણ છે. જે છેલ્લા કેટલાક દિવસોથી મીરાબેનના પિતાના ઘરે હોવાનું જાણવા મળ્યું છે.ખંભાળિયાના મહિલા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ચાવડાને તેણીના પતિ મિતેશભાઈ સાથે છેલ્લા છએક માસથી અવારનવાર કોઈ બાબતે બોલાચાલી થતી હતી. દાંપત્યજીવનમાં ચાલતા ઝગડા વચ્ચે ચારેક દિવસ પહેલા કોઈ બાબતે કારણોસર પતિ-પત્ની વચ્ચે ફોન ઉપર ઉગ્ર ઝઘડો થયો હતો. આ બાબત મીરાબેનને મનમાં લાગી આવતા ગઈકાલે રવિવારે રાત્રીના સમયે તેણીએ ખંભાળિયા રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ ક્વાર્ટરના બ્લોક નંબર બી/3 ખાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં તેણીનો મૃત દેહ સાંપડયો હતો.

આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા તથા પી.આઈ. પોલીસ ક્વાર્ટર કોટર ખાતે મીરાબેનના રહેણાક ખાતે પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ તેમજ પૂછપરછ કરી હતી. મીરાબેનના મૃતદેહનો કબ્જો મેળવી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.આ બનાવ અંગે મૃતકના પતિ મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણીએ ખંભાળિયા પોલીસમાં ઉપરોકત બનાવ અંગે જરૂરી નોંધ કરાવી છે. જે સંદર્ભે પોલીસે હાલ એ.ડી. અંગેની નોંધ કરી, આગળની તપાસ પ્રોબ્શનલ એ.એસ.પી. નિધિ ઠાકુર દ્વારા ચલાવવામાં આવી રહી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version