વધતા જતા આત્મહત્યાના બનાવ ચીંતાનો વિષય : જામનગર નજીક દરેડ અને લાલપુર ના પડાણામાં એક તરુણી અને એક યુવાનના ગળા ફાંસા દ્વારા આત્મહત્યા ના કિસ્સા
-
દરેડમાં રહેતી પર પ્રાંતિય તરુણીનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત
-
લાલપુરના પડાણામાં રહેતા શ્રમિક યુવાને આગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા જીવ દીધો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫, જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.