જામનગરમાં કાલાવડ નાકા બહારનો જર્જરીત પુલ ફરી નવો બનાવવા બાબતે વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટરો દ્વારા લડત ચલાવાઈ
-
૫૦૦૦ પત્રિકા નું વિતરણ કરીને લોકોનો જનમત માંગ્યો: આવતી કાલે જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવાશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ડીસેમ્બર ૨૪ જામનગરમાં કાલાવડનાકા બહારનો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર દ્વારા આ મામલે લડત ચલાવાઇ રહી છે, અને આજે ૫,૦૦૦ જેટલી પત્રિકા નું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવ્યો છે. જે આવતીકાલે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.
સાથો સાથ ૫,૦૦૦ જેટલી પત્રિકાઓનું વિતરણ કરીને લોકોનો જનમત માંગવામાં આવી રહ્યો છે. જે જનમતની કોપી એકત્ર કરીને આવતીકાલે યોજનારી જનરલ બોર્ડ ની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે, અને નવો પુલ બનાવવા માટે ઉગ્ર લડત ચલાવાશે, તેવી રજૂઆત બંને કોર્પોરેટર સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ મુદ્દે અગાઉ અનેક વખત જાહેરાત કરવામાં આવી છે, જનરલ બોર્ડમાં આ વિષયને લેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પૂલ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી મોટી હોનારતનું જોખમ તોડાઈ રહ્યુ છે. આવી કોઈ દુર્ઘટના બને તે પહેલા સત્વરે નવો પુલ બનાવવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર લડત ચલાવાઇ રહી છે.તાત્કાલિક ધોરણે નવો પુલ બનાવવામાં નહિ આવે તો નાછુટકે વોર્ડ નં.૧૨ ની જનતાને સાથે રાખી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી અપાઇ છે