જામનગર શહેરમાં બનેલા એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એકના અંતિમ સંસ્કાર બીજો પરિવાર કરી નાખતા પોલીસ પણ મૂંઝવણમાં પડી ગઈ.
રોવા-ધોવાના માતમ વચ્ચે સોપો પડી ગયો.
પરિવારજનોએ લાશ ઓળખવામાં કરી ભૂલ : પોલીસ લાગી ધંધે..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧પ. આ કિસ્સામાં રખડતું ભટકતું જીવન જીવતા બે વ્યકિતઓમાંની એક વ્યક્તિનું મૃત્યુ થતાં બીજા પરીવારે તેને પોતાના પરીવારનો સભ્યગણીને અંતિમ સંસ્કાર કરી નાખતા બાદમાં તે શખસ જીવતો પરત આવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી
અંતે જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર થયું હતું તેનો પરીવાર પણ મળી જતાં પોલીસે તેને બોલાવીને બન્ને પક્ષે ભુલ થઇ હોય સમાધાન કરાવી દીધું હતું .
જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ ભોઇ નાઢાળીયા પાસેથી શુક્રવારે એક અજાણ્યા વૃધ્ધની લાશ પોલીસને મળી આવતા તેની ઓળખ “ન” થતાં નિયમ મુજબ તેને જી .જી. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ માં રાખવામાં આવ્યો હતો.
આ વ્યકિતની ઓળખકોની મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા પોલીસને જાણવા મળ્યું કે , દેવુભાના ચોકમાં પોતાના ભાઇના ઘરે રહેતા અને રખડતું જીવન જીવતાં કેશુ બાબુ મકવાણા નામનો વૃધ્ધ પણ ગુમ છે , જેથી તેની પુત્રી અને જમાઈને લાશની ઓળખ માટે બોલાવતા તેણે તેના પિતાને ઓળખી બતાવ્યા હતાં અને પોલીસે કાગળો કરીને લાય પરીવારને સોંપી દીધી હતી..
જેનું અંતિમ સંસ્કાર કરીને પરીવાર તેની વિધીની તૈયારીમાં લાગ્યો હતો ત્યારે અચાનક કેશુભાઇ પરત ઘરે આવતા પરીવારજનો હતપત બની ગયા હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ પણ દોડી આવી અને મુંઝવણમાં પડી ગઈ હતી કે , કેશુભાઇ તે હતા નહી તો લાશ ઓળખકોની હતી. અંતે મથામણ બાદ માલૂમ પડ્યું કે આ મૃતદેહ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ નો છે.
દરમિયાન કાલાવડ ગેઇટ પાસે રહેતા દયાળજીભાઈ દામજીભાઇ રાઠોડ ઉ.વ .75 ) નામનો વૃધ્ધ પણ ગુમ હોવાની ફરિયાદ તેના પુત્રો દ્વારા સીટી – એ ડીવીઝનમાં કરવામાં આવતા પોલીસે તેને મૃતકનો ફોટો બતાવતા તેણે તેના પિતાને ઓળખી બતાવ્યા હતાં.
આમ દયાળજીભાઇનો અંતિમ સંસ્કાર કેશુભાઇના પરીવારજનોએ તેને કેશુભાઇ સમજીને કરી નાખ્યા હતાં.
જે બાદ બન્ને પરીવારોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસે ચોખવટ કરાવી તેને તેના કાગળો કરી સ્મશાનમાં સુધારો વધારો કરાવી આપ્યો હતો .