Home Gujarat Jamnagar ભાણવડ નજીક વિચીત્ર અકસ્માત : યુવાન બાઇક સાથે નદીમાં ખાબક્તા મોત.

ભાણવડ નજીક વિચીત્ર અકસ્માત : યુવાન બાઇક સાથે નદીમાં ખાબક્તા મોત.

0

ભાણવડ નજીક અકસ્માતે બાઈક સાથે નદીમાં ખાબકેલા યુવાનું મોત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર ખંભાળિયા: ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર ખંભાળિયા હાઈ-વે પર સાજડીયારી ગામ નજીકથી પસાર થતી એક નદીના પુલ પરથી મોટરસાયકલ પર જઈ રહેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કુડિયાગામ સાથે રહેતો રવિ સુરેશભાઈ મકવાણા નામનો 23 વર્ષનો યુવાન સાંજના સમયે અકસ્માતે પુલ ઉપરથી પોતાની મોટરસાયકલ સાથે નદીના પાણીમાં ખાબક્યો હતો. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવની જાણ મૃતકના પિતા સુરેશભાઈ બેસરભાઈ મકવાણા (ઉ.વ. 45, રહે. કુડિયાગામ)એ ભાણવડ પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version