Home Gujarat Jamnagar જામનગર સહિત રાજયભરની ધો. ૯ થી 12 ની તમામ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ...

જામનગર સહિત રાજયભરની ધો. ૯ થી 12 ની તમામ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ શરૂ કરો : સ્કૂલ સંચાલક મહામંડળ

0

જામનગર સહિત રાજયભરની ધો.6 થી 12 ની તમામ સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ શરૂ કરો

જિલ્લા શિક્ષણાધિકારીને શાળા સંચાલકો દ્વારા રજૂઆત

જામનગર : સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને શાળાઓ શરૂ કરવા માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

સોમવારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જામનગરના પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, ઉપપ્રમુખ રસિકભાઈ કોડીનારીયા, વિમલભાઈ કગથરા, દ્યનશ્યામભાઈ હિરપરા, મહામંત્રી અમિત ભાઈ ચોવટીયા અને સંયુકત મહામંત્રી ભરતભાઈ નાકરાણી ની આગેવાનીમાં સંચાલક મંડળના હોદ્દેદારો અને શાળાના સંચાલકોએ કોરોનાની મહામારી વચ્ચે રાજય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની સરકારી શાળાઓ શરૂ થઈ છે ત્યારે ત્વરીત ખાનગી શાળાઓ શરૂ કરવા માટે માગણી કરાઈ છે.શાળા સંચાલકોની વિસ્તુત રજૂઆતમાં જણાવ્યા મુજબ,રાજયમાં હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે સરકાર દ્વારા ટયુશન કલાસીસ સરકારી સ્કૂલો દ્વારા શેરી- શાળાઓ ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલો, ટ્રાવેલ્સની બસો, સહિત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજુરીઓ આપવામાં આવી છે.

પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવીરહી છે. અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ આજે સોમવારે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી પોતાની માંગો પહોંચાડી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલકો મહામંડળનું માનવું છે કે,જે રીતે કોરોનાની બીજી લ હેર પહલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ હતી, તે રીતે જયારે હવે કોરાના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મિક સંસ્થાઓને મજૂરી આપી છે. તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?

પ્રથમ તબક્કામાં સરકારશ્રી ધોરણ થી 1ર ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવી જોઇખે તેવી અમારીં ઉગ્ર માગણી છે
ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાઓના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટ્યુશન કલાસની સરખામાણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે. પરંતુ શાળાઓને મજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે.

તે ઉપરાંત ઘોરણ 9 થી 1ર ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ 1 5 વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનુ નુકશાન થયેલ છે. તો સરકારશ્રી દ્વારા આ વિધાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે  ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેકટીવીટીનો મોટી સમસ્યા છે ઘણા બાળકો એવા છે જેની પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ હોનની જરુરી વ્યવસ્થા નથી તેવા બાળકોને ખુબ નુક્યાન થઇ રહ્યું છે ન શાળા સંચાલકોને શાળા શરુ કરવા વાલીઓ દ્વારા સતત અનુરોધ કરવામાં આવે છે, વિધાર્થીઓ પયા ખુબ ચિંતિત જષાય છે. તેઓ પણ શિક્ષકોને ઓનલાઇન કલાસ દરમિયાન શાળા શરુ કરવા આહવાન કરે છે.

ગુજરાત રાજયના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસિનના બન્ને ડોઝ અપાય ગયા હોય તેથી આવનાર વિદ્યાર્થી માટે શાળાઓ ખને શિક્ષકો સુરક્ષીત છે.

મોટા ભાગના રાજયોએ શાળાઓ શરુ કરવાનો રોડમેપ તૈયાર કરી, જાહેર કરી દીધી છે. ઍયારે ગુજરાજ રાજય શિક્ષણ વિભાગ અને રાજય સરકારએ આ બાબતે તૈયારી કરવી જોઇએ.
આપણે સૌએ ત્રીજી વેવ આવે તેની રાહ જોઇને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઇએ. આવનાર દિવસો માટે આપણે સુરક્ષીત વાતાવરણ બનાવી, સુરક્ષાના તમામ પગલાખો ભરી શિક્ષણ કાર્ય શરૂ કરવું જોઇએ. જો ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકુળ ન જણાય તો તકેદારીના ભાગરૂપ કરી શાળાઓ જરુરીયાત મુજબ બંધ કરી શકાય છે.
તાજેતરમાં નામદાર હાઇકોર્ટ દ્વારા (રીપીટર વિધાર્થીખોની પરીક્ષા માટેની પીઆઇએલ દરમિયાન) ટકોર કરવામાં આવી હતી કે, ‘ક્રિકેટના મેદાન પર ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાખો બંધ રાાખીને શિક્ષણ બગાડવું ન જોઇએ. જ પરથી પ્રતિત થાય છે, કે શાળાખો ખોલીને બાળકોના ભવિષ્ય માટે સારા પગલાઓ લઇ શકાય છે.

હજુ આ પછી પણ જો સરકારશ્રી અમારી માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં થાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરુરી જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકારશ્રી ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંયાલક મહામંડળ વતી પ્રમુખ શ્રી ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ શ્રી જતિનભાઇ ભરાડ, શ્રી સવજીભાઇ પટેલ, શ્રી એમ.પી.ચંદ્રન, શ્રી ઉત્પલભાઇ શાહ, મહામંત્રી શ્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજકશ્રી મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો.દીપકભાઇ રાજયગુરૂ, રાજકાટ જીલ્લાના પ્રમુખ શ્રી ડી . વી.મહેતા. તેમજ કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકારશ્રી સમક્ષ શાળાઓ શરુ કરવા દેવા આ આવેદનપત્ર મારફત ઉગ્ર માંગ કરવામાં આવીછે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version