જામનગરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બે સ્થળે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ
જામનગર મહાનગર પાલિકાએ સવારથી 2 સ્થળે પોલીસ સાથે રાખી હાથ ધર્યું મેગા ડિમોલિશન
ગુલાબનગરમા પોલીસ ચોકી પાછળના દબાણ દૂર કરવી વેળાએ સર્જાય બબાલ : એક કલાકનો મુદ્ત આપી મહાપ્રભુજી બેઠક આગળ 12 મટરના TP રોડ માટે હાથ ધર્યું ડિમોલિશન
ડિમોલિશન વેળાએ પોલીસ અને એસ્ટેટ સાથે વાડી માલીક પરીવારનું ઘર્ષણ: કરી અટકાયત: એસ્ટેટને માં- બેનની ગાળો ભાંડતા મામલે બિચક્યો: ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો
દેશ દેવી ન્યુઝ જામનગર 11.જામનગર શહેરના ગુલાબ નગર પોલીસ ચોકી પાછળ આવેલ ઝુપડપટ્ટીમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું પરંતુ સ્થાનિકોએ વિરોધ દર્શાવતા એસ્ટેટ ઓફિસરે એક કલાકની મુદત આપી ટીમ વીલા મોઢે અન્ય ડિમોલિશન તરફ રવાના થતા લોકોનું ટોળું રજૂઆત કરવા કમિશ્રર સમક્ષ દોડી ગયું હતું
મનપાની એસ્ટેટ શાખાએ જામનગરના મહાપ્રભુજી બેઠક આગળથી પસાર થતા બાર મીટરના ટીપી રોડમાં આવતા દબાણ હટાવાની કામગીરી હાથ ધરતા એસ્ટેટ શાખા અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું
રોડ ખુલ્લો કરતી વેળાએ વાડી માલીકની મહિલાઓ બુલડોઝર આગળ સુઈ ગયા હતા થોડી વારના નાટક બાદ પોલીસે કડક વલણ અપનાવતા મહિલાઓ વિફરી એસ્ટેટના કર્મચારીઓને મનફાવે તેવી ગાળો ભાંડતા વાતાવરણ ગરમાયું હતું
કોઈ અનીચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ પણ જોડાઈ છે.