જામનગરના ગોકુલનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતા યુવાન ઉપર પાંચ શખસોનો હિચકારો હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ : શહરેમાં તા.૧૬-૦ર-ર૦રરના દલવાડી સોસાયટી શેરી નં.૪, ગોકુલનગરમાં આરોપી સુરેશકોળી જાહેરમાં અપશબ્દ બોલતા હોય જેથી ફરીયાદી જીતેન્દ્રસિંહ એ તેઓને જાહેરમાં અપશબ્દ બોલાવની ના પાડતા આરોપી સુરેશકોળીએ ફરીયાદી જીતેન્દ્રસિંહ રાઠોડની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી કોણી વડે ડાબા હાથમાં એક ઘા કરી સામાન્ય ઈજા કરી આરોપી સવજીભાઈ કોળી એ કોણી વડે ફરીયાદી જીતેન્દ્રસિંહ રાઠોડને ગરદનના ભાગે વાસાના ભાગે માર મારી સામાન્ય ઈજા કરી તેમજ આરોપી જીતુભાઈ કોળીએ નીચે પાડી રોડ ઉપર ઢસડી ને જમણા પગમાં છોલછાલ કરી તેમજ આરોપી ભાવનાબેન કોળી એ સાહેદ વૈશાલીબા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી સામાન્ય ઈજા કરેલ તેમજ આરોપી સવજીભાઈ કોળીએ ફરીયાદી જીતેન્દ્રસિંહના પિતાને પણ કોણી વડે જમણા ખંભાના ભાગે એક ઘા કરી ઈજા કરી તેમજ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય