Home Gujarat Jamnagar જામનગરમાં પોલીસ પરિવારના ગરબાના આયોજનમાં એસપી ગરબે ઘુમ્યા

જામનગરમાં પોલીસ પરિવારના ગરબાના આયોજનમાં એસપી ગરબે ઘુમ્યા

0

જામનગરના જિલ્લા પોલીસ વડાનો નવરાત્રી મહોત્સવ ને લઈને પોલીસ પરિવારના સભ્યો માટે નો નવતર અભિગમ

  • નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ બજાવનારા તમામ પોલીસ કર્મચારી અને પરિવારજનો માટે એક દિવસના ગરબાનું આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર તા તા ૨૮ ઓક્ટોબર ૨૩ જામનગરના જિલ્લા પોલીસ વડા પોતાના જ પોલીસ પરિવારના કર્મચારીઓ અને તેમના પરિવાર જનો માટે સંવેદનશીલ બન્યા હતા, અને એક નવતર અભિગમો અપનાવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવનારા પોલીસ કર્મચારી ભાઈ- બહેનો કે જેઓ પણ નવરાત્રી મહોત્સવનો આનંદ લઈ શકે, તે માટે સમગ્ર પરિવારની સાથે ના એક દિવસ ના ગરબા નું પોલીસ હેડકવટર્સમાં આયોજન કરવામાં આવ્યું હતું.જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના સાન્નિધ્યમાં આ એક દિવસ ના ગરબા મહોત્સવ નુઆયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, અને માતાજીની આરતી કર્યા પછી ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં એસ.પી. પ્રેમસુખ ડેલુ એ પણ રાસ લીધા હતા.તેઓની સાથે શહેર અને ગ્રામ્ય વિભાગના ડી.વાય.એસ.પી. પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય.એસ.પી. સહિતના અન્ય અધિકારીઓ, જામનગર ના એલસીબી એસઓજી તેમજ શહેરના ત્રણેય પોલીસ મથકના પીઆઇ અને પોલીસ પી.એસ.આઈ વગેરે અધિકારીઓ તેમજ તમામ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે એક દિવસીય રાસ ગરબા મહોત્સવમાં જોડાયા હતા, અને ડાંડિયારાસનો મહોત્સવ મનાવ્યો હતો.જામનગરની ઉત્સવ પ્રેમી જનતા કેજેઓ નવરાત્રીનો આનંદ માણી શકે અને તેઓની પૂરેપૂરી સુરક્ષા જળવાયેલી રહે તે હતું તે જામનગરના તમામ પોલીસ કર્મચારીઓ સતત નવ દિવસ સુધી ખડે પગે રહ્યા હતા, અને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જેઓ પણ રાસ ગરબા મહોત્સવમાં જોડાઈને એક દિવસે ગરબા લઈને પોતે પણ નવરાત્રી નો ઉત્સવ ઉજવી શકે તેવી દિશામાં જિલ્લા પોલીસ વડાપ્રધાન દ્વારા પગલું ભરવા આવ્યું હતું. જેથી પોલીસ પરિવારમાં પણ ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી ,અને તમામ પરિવારજનો આ ગરબા મહોત્સવ માં જોડાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version