રાજકોટ રેન્જના આઈ.જી. અશોક કુમાર યાદવની જામનગર જિલ્લાની મુલાકાત
-
ચૂંટણીમાં પ્રસંશનિય કામગીરી કરનાર જિલ્લાના એસ.પી. તેમજ જામનગર ગ્રામ્ય પોલીસ અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ મે ૨૪, રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા, અને ખાસ કરીને જામનગર ગ્રામ્ય વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ વગેરેને લોકસભાની ચૂંટણી દરમિયાન કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.