જોડિયામાં ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ આરોપીના ઘરે તપાસ અર્થે એસ.પી.ડેલું સહિતની ટીમ: આરોપીના ઘરમાં વીજચોરી ઝડપાતા કનેકશન કટ્ટ!
જીલ્લા પોલીસવડા ડેેલું સહિત ટીમ જોડિયા પૂછપરછ અર્થે પહોંચી’તી
પુછપરછ દરમ્યાન વીજ ચોરી જણાતા PGVCLને તપાસ કરવા જણાવ્યું.
પીજીવીસીએલ દ્વારા તપાસ કરતા વીજ ચોરી ઝડપાઇ, વીજજોડાણ કાપી નંખાયું
ડ્રગ્સ પ્રકરણના આરોપીઓ : (૧) ઇશા હુશેન રાવ (રહે.મોટોવાસ-જોડીયા) (૨)મુખ્તાર ઉર્ફે જબ્બાર નુરમામદ રાવ (રહે.મેઇન બજર-જોડીયા)
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૨ જુલાઈ ૨૨ જામનગર જીલ્લાના જોડિયા ગામના વતની અને મોરબી પંથકના જીંજુડા ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા શખસના ઘરે જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સહિતના પોલીસ આરોપીના ઘરે તપાસ અર્થે ગઇ હોય, દમ્યાન એસ.પી.ડેલુંને આરોપીના ઘરનું લાઇટ બીલ ખૂબ જ ઓછું હોય જેના ઉપરથી શંકા જતા એસ.પી.એ તાત્કાલિક પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી આ અંગે તપાસ કરવા જણાવ્યું હોય અને પીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક ઉપરોકત્ત આરોપીના ઘરે પહોંચીને તપાસ કરતા મોટી વીજચોરી થયાનું બહાર આવ્યું હતું. જે અંગે પીજીવીસીએલ પણ કડક કાર્યવાહી હાથ ધરતાં આરોપી શખસના ઘરનું વીજજોડાણ કટ કરી નાંખ્યું હતું.આ પ્રકરણની વિસ્તૃત વિગત મુજબ, જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ આજરોજ જોડીયા પોલીસ સ્ટેશન વીસ્તારમા આવેલ દરીયાય કાઠા વીસ્તારની વીઝીટમા નીકળેલ હતા તે દરમ્યાન મોરબી જીલ્લાના જીંજુડા ગામે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો પકડેલ જે ગુજરાત એ.ટી.એસ.ના ગુન્હા નંબર 05/2021 એન.ડી.પી.એસ. એકટ કલમ 8 સી, 22સી, 23સી, 25, 29 મુજબથી ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હામા પકડાયેલ આરોપીઓમા બે આરોપી જોડીયાના હોય અને એક ફરાર આરોપી ઇશા હુશૈન રાવ (રહે.જોડીયા ટાઉન મોટોવાસ) હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા જામનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.વી. વીંછી તથા તેની ટીમ તથા જોડીયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.આર સિસોદીયા તથા તેની ટીમ દ્વારા સંયુકત રીતે જોડીયા ગામમાં આ ફરાર આરોપી ઇશા હુશેન રાવ (રહે.મોટોવાસ જોડીયા) તથા મુખ્તાર ઉર્ફે જબ્બાર નુરમામદ રાવના (રહે.મેઇન બજર જોડીયા)ના રહેણાંકે ઉપરોક્ત ટીમ સાથે પુછપરછ માટે જતા ફરારી આરોપી ઇશા હુશેન રાવ ઘરે હાજર મળી આવેલ નહી પરંતુ તે બંનેના રહેણાંકના આધાર માંગતા વીજળીનુ લાઇટ બીલ રજુ કરેલ જેથી લાઇટ બીલમાં બીલની રકમ નજીવી દર્શાવેલ હોય જેથી મકાન જોતા મોટુ હોય જે મકાન પ્રમાણે લાઇટ બીલ ખુબ ઓછુ હોય જેથી વીજચોરીની શંકા જતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરી બન્નેના મકાનામા તપાસ કરાવતા મીટરમાં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનુ સામે આવતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનુ વીજ જોડાણ કાપી નાખેલ છે.
આ કામગીરી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઇ. આર.વી. વીંછી તથા પો.સબ.ઇન્સ. કે.આર સિસોદીયા તથા એસ.ઓ.જી. ટીમ તથા જોડીયા પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. જી.જી.જાડેજા તથા વી.વી.બકુત્રા વિ. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.