Home Gujarat Jamnagar જામનગરના ગોકુલનગરમાંથી ઢોરને મારવાની દવાનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી લેતી SOG

જામનગરના ગોકુલનગરમાંથી ઢોરને મારવાની દવાનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી લેતી SOG

0

જામનગરમાં પ્રતિબંધિત દવાનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપી લેતી એસ.ઓ.જી.

પશુઓને અપાતી જે દવા પર સરકારે પ્રતિબંધ મૂકી રાખ્યો છે તે દવાની ફેક્ટરી ઝડપાઈ

ફેકટરીમાંથી ત્રણ ટ્રેકટર ભરી પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન સપ્લાય કરાતા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર ૯ જુલાઈ ૨૨ જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુઓને આપવામાં આવતી પ્રતિબંધિત દવાની ફેકટરી ઝડપાઈ હતી. પોલીસે ફેક્ટરીમાંથી ત્રણ ટ્રેકટર મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સંચાલકની ધરપકડ કરી હતી.

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં એસ ઓ જી પોલીસ દ્વારા ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મસ મોટો ઇન્જેક્શનનો જથ્થો હાલ એસોજી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે અને કેટલા સમયથી આ પ્રકારના ઇન્જેક્શનનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.ભેંસ જ્યારે દોહવા ન દેતી હોય ત્યારે તેને ઈન્જેકશન અપાતું હોય છે. જો કે, આ ઈન્જેકશન રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ભીમજી ગોજીયા નામનો શખ્સ અલગ અલગ ડ્રગ્સ મંગાવી તેમાંથી પ્રતિબંધિત દવા બનાવી રાજ્યભરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ચાલતી ફેકટરી પરથી પોલીસે પ્રતિબંધિત દવા તૈયાર કરવા માટેનું રો મટીરીયલ્સ અને મશીન કબજે કર્યા હતા.જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રતિબંધ દવાનું ઉત્પાદન અને અલગ અલગ જિલ્લામાં વેચાણ કરનાર ભીમજી ગોજીયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે. રાજ્યમાં આ દવાના અન્ય કોણ કોણ ખરીદદાર હતા તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version