Home Gujarat Jamnagar જામનગર લીમડા લાઇનમાં મોબાઈલની દુકાનમાંથી “સ્માર્ટ વીજચોરી” ઝડપાઇ : 2 સામે ફરીયાદ

જામનગર લીમડા લાઇનમાં મોબાઈલની દુકાનમાંથી “સ્માર્ટ વીજચોરી” ઝડપાઇ : 2 સામે ફરીયાદ

0

જામનગર લીમડા લાઇનમાં મોબાઇલ દુકાનમાંથી વિજ ચોરી ઝડપાઈ

  • મીટરમાં ન દેખાય તેવું ક્ટ લગાડી ડિવાઈસની મદદથી ચોરી કરાતી હતી
  • બે સામે ફરિયાદ : દુકાનદારને 1.07 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

દેશ દેવી ન્યુઝ તા.૨૦ સપ્ટેમ્બર ૨૩ જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી ફોનબુક નામની મોબાઈલની દુકાનમાં જૂનું મીટર કબ્જે કરી વીજકંપનીના અધિકારીએ નવું મીટર ફીટ કર્યું હતું. આ જૂના મીટરની લેબોરેટરીમાં તપાસ કરતા મીટરના પાછળ કટ મૂકી, ડગરી કાઢી લઈ અન્ય ડિવાઈઝ ફીટ કરી નવતર પ્રકારે કરવામાં આવતી હતી વીજચોરી દુકાનદારને રૂ.1.07 લાખનું દંડનીય બિલ ફટકારવામાં આવ્યું.તારીખ ૧૬ ના રોજ ઈજનેર ચોપડા અને જુનિયર ઈજનેર શર્માની ઉપસ્થિતિમાં મીટરની વિશેષ તપાસણી કરવામાં આવી હતી. જેમાં વીજ મીટરના પાછળના ભાગમાં નરી આંખે ન જોઈ શકાય તે રીતે કટ કરીને મીટ૨ બોડીની નાની ડગરી કાઢીને તેની અંદર સ્માર્ટ રીતે મીટરના વાયરીંગ સાથે વધારાનું ડીવાઈસ જોડીને આ ડીજીટલ મીટરમાં નોંધાતો વીજ વપરાશ બંધ કરી શકાય તેવી કાયમી વ્યવસ્થા રાખીને સામાન્ય રીતે કોઈને ખ્યાલ ન આવે તે રીતે ડગરીને ફરી પેકીંગ કરેલી હોવાનું ધ્યાનમાં આવતાં આ પ્રકારની સ્માર્ટ વીજચોરી Filters પકડાયાના આધારે સેન્ટ્રલ ઝોનના જુનીયર ઇજનેર અજય પરમાર દ્વારા સ્થળ તપાસણી કરવામાં આવતા મીટરમાં ગેરરીતી સામે આવી હતી.

તેથી વીજચોરી બદલ જગ્યાના વપરાશકાર રાહુલ તથા વિશાલ નામના વ્યક્તિઓ સામે વીજ અધિનિયમની કલમ હેઠળ વીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ દુકાનદારને રૂ. 1,07,492નું દંડનીય વીજ બીલ ફટકારવામાં આવ્યું છે. વીજ ચોરીના આ નવતર કીમીયાથી શહેરમાં ચકચાર જાગી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version