જામનગરમાં આશાસ્પદ ઈજનેર યુવાનની આત્મહત્યાથી અરેરાટી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૫ જાન્યુઆરી ૨૩ જામનગર: જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મધુરમ રેસીડેન્સીમાં રહેતો અને જામનગરની એક ખાનગી પેઢીમાં એન્જિનિયર તરીકે કામ કરતો મૂળ ભાયાવદરનો વતની વત્સલ રોહિતભાઈ અમૃતિયા નામના 29 વર્ષના ઇજનેર યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે તેની પેઢીના સંચાલક હેત મિલનભાઈ કંડોરીયાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાન જામનગરની ક્ધસ્ટ્રકશન કંપનીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતો હતો, અને ખોડીયાર કોલોની મધુરમ સોસાયટીમાં રૂમ ભાડે રાખીને એકલો રહેતો હતો. તેણે કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું છે, તે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત આત્મહત્યાનો બીજો બનાવ કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામમાં બન્યો હતો. મૂળ નાગાજર ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા મંછાભાઈ પબાભાઈ ગમારા નામના 35 વર્ષના યુવાને ગઈકાલે રાજકોટ થી પોતાના વતનમાં આવ્યા પછી વાડીની ઓરડીમાં લાકડાની આડસમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક ના ભાઈ ગેલાભાઈ પબાભાઈ ગમારા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.