જામનગર પોલિસ અને RTO દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સલામતી માટે સેવા કેમ્પ શરૂ કર્યોદેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ ઓક્ટોબર ૨૩ દર વર્ષે જામનગર સહિત ગુજરાતભરમાંથી પદયાત્રિઓ ચાલીને માતાના મઢ જાય છે તેવામાં જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અલગ – અલગ સંઘ દ્વારા પગપાળા ચાલીને દેશ દેવી આશાપુરાને શીશ નમાવવા કચ્છ પહોંચે છે. તેવામાં જામનગર પોલિસ અને આરટીઓ દ્વારા સલામતી કેમ્પનું આયોજન કર્યું છે.
જેમા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ અને RT0 આગળ આવી ખાસ વ્યવસ્થા કરી છે.લાખોની સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ માતાના મઢ ચાલીને જાય છે.અને આ રસ્તા પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાથી દર વર્ષે ખાસ કરીને રાત્રી દરમિયાન આ પદયાત્રીઓને અકસ્માત નળવાના પણ ઘણા બનાવો સામે આવે છે. અને કેટલાક પદયાત્રીઓ મોતને પણ ભેટે છે.જે અટકાવી શકાય તે માટે જામનગર પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચાલતા પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવે છે. જેથી રાત્રીના અંધારામાં વાહન ચાલકોને આ રેડિયમ રિફ્લેકટર દ્વારા ખ્યાલ આવે કે અહીંયા લોકો ચાલીને જઈ રહ્યા છે જેથી અકસ્માત થતા અટકાવી શકાય, પોલિસ દ્વારા અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે.