Home Gujarat Jamnagar જામનગર આંણદાબાવા ચકલાના જૈન દેરાસરમાં વેહલી સવારે ધાડ પાડનાર 6 શખ્સોને જમીન...

જામનગર આંણદાબાવા ચકલાના જૈન દેરાસરમાં વેહલી સવારે ધાડ પાડનાર 6 શખ્સોને જમીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

0

આણદા બાવા ના ચકલા પાસે વેહલી સવારે ધાડ પાડનાર સખ્શ ને જમીનમુક્ત કરતી જામનગર સેસન્સ કોર્ટ

  • આરોપીઓથી કોઈ ખતરો ન હોય તો જામીન બાબતે અમને કોઈ વાંધો નથી: જૈન આગેવાનો
  • આણંદબાવા ચકલામાં આવેલ જૈન દેરાસરમાં ઘૂસી તોડફોડ કરી
  • જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશ સમયે જ બનાવ બનતા જૈન સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા હતા
  • યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ રાઠોરની ધારદાર દલીલ: જામનગર શહેરના ઇતિહાસમાં પ્રથમ ઘટના

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫ સપ્ટેમ્બર ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચર્ચા જગાડનાર બનાવામાં જામનગર શહેરમાં અનેક સ્થળોએ જૈન ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીજીઓના ચાર્તુમાસ પ્રવેશના કાર્યક્રમો ચાલી રહ્યા હતો તેમા શહેરમાં આવેલી જુની તાલુકા શાળા સામેના દેરાસરમાં વહેલી સવારે લુખ્ખા તત્વો બેફામ બની સાધુ-સાધ્વીજીઓ સાથે ગેરવર્તન કરી તોડફોડ કરી હતી. તેમજ દેરાસરની બહાર પાર્ક કરેલાં વાહનોમાં તોડફોડ કર્યાની ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો હતો.બનાવની જાણના પગલે પોલીસના ધાડે -ધાડા ઉતરી ગયા હતા અને પોલીસે ગણતરીની મિનિટોમાં જ ૬ શખ્સોને ઉઠાવી લઈ સારાભરા કરી હતી અને તેના વિરૂદ્ધ તોડફોડ, ધાડ સહિતની કલમ હેઠળ સિટી-એ ડીવીઝનમાં IPC 395, 341, 441, 337, 323, 324, 504, 506(2) મુજબ મુજબ ની કલમો હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરેલ હતો જે બાબતે 6 એ આરોપી દ્વારા પોતાના વકીલ મારફત કરવામાં આવેલ જમીન અરજી ચાલી જતા સરકાર દ્વારા કેસ માં આજીવન કેસ ની સજા ને પાત્ર ગુન્હો હોઈ જમીન રદ કરવા અરજી કરેલ હતી જ્યારે જૈન સમજ ના આગેવાનો કોર્ટ રૂબરૂ આવી તેમનો ધર્મ માફી માં વધુ માને છે અને આરોપીઓ થી કોઈ ખતરો ના હોઈ તેમજ જામીન મુક્ત કરવા રજુઆત કરેલ હતી ઉપરાંત મેરીટ પર અરજદાર ના વકીલની રજુઆત હતી કે આ કોઈ ધાડ નો ગુન્હો નથી પરંતુ એક દાખલો બેસાડવા પોલીસ દ્વારા ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધેલ છે.જેના સંદર્ભ ના બનાવ મા વાઇરલ થયેલ CCTV ફૂટેજ રજૂ કરેલ હતા તેમજ અરજદાર એ JMFC કોર્ટ રૂબરૂ કરેલ અરજીઓ રજૂ કરાવી હતી જે રજૂઆત ધ્યાને લઇ નામદાર સેશન્સ કોર્ટે દ્વારા 6 એ આરોપીઓ ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે. આરોપીના વકીલ તરીકે યુવા ધારાસાસ્ત્રી શિવરાજસિંહ રાઠોર રોકાયા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version