જામનગરમાં કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન ના પ્રયાસ મામલે શહેર કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલને સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા: જેલ બહાર હારતોરા..
- કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વિરૂદ્ધ પોલીસને જીવતી સળગાવી દેવા અને ગાડી માથે ચડાવી દેવા બાબતે ગુનો નોંધાયો હતો.
- જિલ્લા જેલમાંથી બહાર નિકળતી વેળાએ વિપક્ષ નેતા, કોર્પોરેટર તથા કોંગી કાર્યકરોએ પાર્થ પટેલને ફુલના હારતોરા કર્યાં હતા
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચચાસ્પદ બનેલા આત્મવિલોપન કાંડમાં જામનગર કોંગી મહામંત્રી પાર્થ પટેલને કોર્ટે જામીન મુક્ત કર્યો હતો ગત તારીખ ૬ ઓગસ્ટના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક ચાલતી હતી અને બહાર શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવા મામલે દિગુભા જાડેજા સાથે જેલમાં રહેલા પાર્થ પટેલને સેશન્સ કોર્ટે જામીન પર મુકત કર્યા છે.