Home Gujarat Jamnagar જામનગર ઢોરવાડામાં ગાયોની દયનીય હાલત જોઈ વૃદ્ધા રડી પડ્યા : જુવો Video

જામનગર ઢોરવાડામાં ગાયોની દયનીય હાલત જોઈ વૃદ્ધા રડી પડ્યા : જુવો Video

0

જામનગરમાં ઢોર પકડવાની કામગીરીમાં બેદરકારીથી ગાયનું મોત થયાનો આક્ષેપ : માલધારી સમાજ અને હિન્દુ સેનામાં રોષ

  • જવાબદાર સામે પગલા લેવાની માંગ સાથે માલધારી સમાજે બળોહી સંખ્યામાં રેલી યોજી આવેદન પાઠવ્યું
  • ગઇકાલે ઢોર પકડતી વેળાએ ગાયના મોતને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો
  • ઢોરવાડામાં ગાયોની દયનિય હાલત જોઈ વૃદ્ધા ચોધાર આંસુએ રડી પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ ફેબ્રુઆરી ૨૩ : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાંથી રસ્તે રઝડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે કામગીરી દરમિયાન ઢોર પકડતી સમયે મહાનગર પાલિકાના વાહનમાં જ ગૌવંશના મૃત્યુ થઈ રહ્યા હોવાથી ગૌ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં એક ગાયનું મૃત્યુ નીપજ્યું હતું, જે મામલે માલધારી સમાજ અને હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

જામનગર શહેરમાં મહાનગરપાલિકાની જુદી જુદી ટુકડીઓ દ્વારા રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે દરમિયાન દોરડાઓ નાખીને ગૌવંશ ને પકડી લઈ તેના વાહનોમાં ઢસડીને ખેંચવામાં આવી રહ્યા હોય છે, ત્યારે દરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે બપોરે આવી જ એક કામગીરી દરમિયાન એક ગાયનું મહાનગરપાલિકાના વાહનમાં જ મૃત્યુ થયું હોવાથી ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. હિંદુ સેનાના કેટલાક કાર્યકરોએ આવી રીત રસમ સામે સ્થળ પર જ મહાનગરપાલિકાની ટુકડી સામે વિરોધ દર્શાવ્યો હતો, અને નારાજગી વ્યક્ત કરી હતી. જે મામલે આજરોજ માલધારી સમાજે બહોળી સંખ્યામાં રેલી યોજી  સુત્રોચ્ચાર કર્યાં હતા અને ઉચ્ચ અધિકારીઓને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version