Home Gujarat Jamnagar જામનગર રણજીતસાગર ડેમ માં સર્ગભા પરણિતા ખાબકી :પાછળ પતિએ ઝંપલાવ્યું

જામનગર રણજીતસાગર ડેમ માં સર્ગભા પરણિતા ખાબકી :પાછળ પતિએ ઝંપલાવ્યું

0

જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે ફરવા ગયેલા પર પ્રાંતીય દંપતી ડેમમાં પડી ગયા પછી ફાયરે બચાવી લીધા

  • ડેમ ના પાળા પર સેલ્ફી ના ચક્કરમાં પત્ની પાણી માં પડી ગયા પછી પતિએ પણ ઝંપલાવ્યું: બન્ને ને ઇજાગ્રસ્ત હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડયા
  • સદનશી બેત્રણ વર્ષના બાળકનો બચાવ થયો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૪, જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ફરવા માટે ગયેલા પર પ્રાંતિય દંપતી એક પછી એક પાણીમાં પડી ગયા હોવાની ઘટના સામે આવતાં ફાયરતંત્ર દોડતું થયું હતું, અને બંનેને બચાવી લીધા હતા. તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતા પર પ્રાંતિય દંપતી કે જેમાં યુવકનું નામ મોહિત પાંડે (ઉ.વ.૨૯) અને તેની પત્ની પ્રતિમાબેન પાંડે (ઉ.વ.૨૭)તેમજ તેનું ચાર વર્ષનું બાળક રવિવારે સાંજે રણજીત સાગર ડેમ પર ફરવા માટે ગયા હતા, જ્યાં સાત વાગ્યાના અરસામાં ડેમના પાળા પરથી એકાએક પત્ની એ સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી પાણીમાં પડી હતી. ત્યારબાદ તેની પાછળ પતિએ પણ ડેમના પાણીમાં પડતું મૂકી દીધું હતું, અને કાંઠા પર ઉભા રહેલા ચાર વર્ષના બાળકે ભારે આક્રંદ કર્યું હતું.તેઓ નીચે પડ્યા પછી ડેમના પાળા ના એક પથ્થરને પકડીને પાણીમાં કાંઠે તરતા રહયા હતા.

જે બનાવની જાણ કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા ની ટુકડી તુરતજ રણજીત સાગર ડેમ પર પહોંચી હતી, અને લાઈફ જેકેટ- રસ્સા વગેરેને પાણીમાં નાખીને દંપત્તિને એક પછી એક બહાર કાઢી લીધા હતા. જેમાં પતિને પગમાં ઈજા થઈ છે, જ્યારે પત્નીને કમરના ભાગમાં ઇજા થઈ છે.

જે બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો રણજીત સાગર ડેમ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version