Home Gujarat Jamnagar જામનગર નિરાધારને સુરક્ષીત આશ્રય આપતું સખી વન સ્ટોપ સેન્ટર

જામનગર નિરાધારને સુરક્ષીત આશ્રય આપતું સખી વન સ્ટોપ સેન્ટર

0

નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેનને સુરક્ષિત આશ્રય અપાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૭ એપ્રિલ ૨૩ જામનગર એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ મહિલા માટે જામનગરનું સખી વન સ્ટોપ સેન્ટર સુરક્ષિત આશ્રયસ્થાન અપાવી મદદરૂપ બન્યું છે,વિગત મુજબ એક નિરાધાર અને માનસિક અસ્વસ્થ બહેન જામનગરના એસ.ટી. રોડ પરથી એક જાગૃત નાગરિકને મળી આવેલ. બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી જાગૃત નાગરિક દ્વારા બહેનને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરને જાણ કરેલ અને જાણવા મળેલ કે આશરે ૪૪ વર્ષના બહેન ઘણા સમયથી ફૂટપાથ પર એકલા રહી રખડતું-ભટકતું જીવન જીવી રહ્યા છે.

સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા કાઉન્સેલીંગ કરતા બહેને જણાવેલ કે બહેનને સંતાનમાં ચાર બાળકો છે જે બહેનને સાથે રાખતા ન હોય અને બહેનના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયેલ છે, ત્યારબાદ બહેનને સેન્ટર દ્વારા સાનુકુળ વાતાવરણ આપવામાં આવેલ તેમજ સેન્ટર દ્વારા આપવામાં આવતી સહાયો વિશે પરિચિત કરી રખડતું-ભટકતું જીવન જીવવું યોગ્ય નથી તે બાબતની સમજ આપેલ.સેન્ટર દ્વારા બહેનને વિશ્વાસ અપાવેલ કે બહેનને રેહવાની વ્યવસ્થા કરી આપશું.ત્યાર બાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા વિવિધ મનોરોગી સંસ્થાઓનો સંપર્ક કરેલ જેમાં જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામે આવેલ શ્રી દેવંગી આશ્રમ, નકલંગ ધામે તૈયારી દર્શાવવતા બહેનને કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા અને કેસ વર્કર અસ્મિતાબેન સાદીયા દ્વારા જુનાગઢ જિલ્લાના સમઢીયાળા ગામ ખાતે આવેલ  દેવંગી આશ્રમ, નકલંગ ધામ ખાતે આશ્રય અપાવેલ આશ્રય સ્થાનની વ્યવસ્થા બદલ બહેને જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યકત કર્યો હતો : વિરેન્દ્રસિંહ પરમાર

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version