Home Gujarat Jamnagar જામનગરમાં રોયલ લગ્નોત્સવ : રાજપૂતી ઠાઠ સાથે વેલનું હેલીકોપ્ટરમાં ભવ્ય આગમન

જામનગરમાં રોયલ લગ્નોત્સવ : રાજપૂતી ઠાઠ સાથે વેલનું હેલીકોપ્ટરમાં ભવ્ય આગમન

0

જામનગરમાં રાજપૂતી ઠાઠ સાથે લગ્નોત્સવ શાન, શોભા અને શણગાર”

  • ભાવનગરથી વરરાજાની વેલ હેલીકોપ્ટરમાં જામનગર પહોંચી, લોકો ટોળે વળ્યા 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ ડીસેમ્બર ૨૩ જામનગર સહિત રાજ્યભરમાં લગ્ન સિઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે તેમાં હાલારના આંગણે જામનગરના જાણીતા બીજનેશમેન ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિશાળ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા શ્રી અજયસિંહજી છત્રસિંહજી ચુડાસમાના કુંવર ચિરંજીવી શ્રી કરણસિંહજીનો વેવિશાળ પ્રસંગ યોજાવાનો છે. ત્યારે બદલાતા સમય સાથે અને બદલાતી પરંપરાઓની વચ્ચે પણ જળવાયેલો માભો અને જળવાયેલી સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે જામનગરમાં યોજાઈ રહેલ એક એવો લગ્નપ્રસંગ કે જે રાજપૂત સંસ્કૃતિના સીમાચિહ્નરૂપ બની રહેશે આવો જાજરમાન પ્રસંગ એટલે જામનગરના સન્માનીય ગર ગીરાસદાર રાજપુત અગ્રણીશ્રી છત્રસિંહજી ગંભીરસિંહજી ચુડાસમાના પૌત્ર અને શ્રીમતી દેવાંશીબા તથા જામનગર ઉપરાંત અન્ય શહેરોમાં પણ વિશાળ અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા શ્રી અજયસિંહજી છત્રસિંહજી ચુડાસમાના કુંવર ચિરંજીવી શ્રી કરણસિંહજીનો વેવિશાળ પ્રસંગ યોજાયો છે.આ વેવિશાળ પ્રસંગે ચુડાસમા પરિવારના આંગણે હેલિકોપ્ટરમાં આજરોજ ડિસેમ્બરની શુભ ઘડીએ વેલ આગમન થઇ ચૂક્યું છે. સૌરાષ્ટ્રના ઘરેણાં એવા જામનગરના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા રજવાડી ઠાઠ-માઠ સાથે વેલ આગમન થયું હશે. ચુડાસમા પરિવારને ત્યાં યોજાઇ રહેલી આ લગ્નોત્સવ પ્રસંગ અત્યંત વૈભવશાળી અને સાંસ્કૃતિક ભવ્યતા માટે સમગ્ર જામનગરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો છે, ઉત્સુકતા અને ઉમંગ તેની ચરમસીમાએ છે.ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગ ખુબ ઉજળો અને આનંદમય બની રહેવાનો છે તે નિશ્વિત છે. શહેરના મધ્યમાં હેલિકોપ્ટર લેન્ડ થતા ઉત્સાહી શહેરીજનો સેલ્ફી લેવા માટે પણ પડા પડી કરી હતી. આ તકે ચુડાસમાં પરીવાર વતી મહેન્દ્રસિંહ જેઠવાએ સમગ્ર વિગતો આપી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version