જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર.
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૧.જોડિયા તાલુકાના પડાણા ગ્રામ પંચાયતના સરપંચ પદે રવિરાજસિંહ જાડેજા વિજેતા થયા છે.
જામજોધપુર તાલુકાના ચૂર ગ્રા. પં.ના સરપંચ પદે દેવકુંવરબા જાડેજાનો વિજય થયો છે.
જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડીમાં જાહિબેન બંધિયાનો સરપંચ પદે વિજય થયો છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગ્રા. પં. માં ભારતીબેન મોહનભાઈ રાઠોડનો સરપંચ પદે વિજય થયો છે.
જોડિયા તાલુકાના સામપર ગ્રા. પં.ના સરપંચ પદે જીવરાજભાઈ ચોટલીયાનો વિજય થયો છે.
લાલપુર તાલુકાના મોટી રાફૂદડ ગ્રા.પં.ના સરપંચ પદે ગીતાબેન કણજારીયા વિજેતા થયા છે.
જામનગર તાલુકાના ખારાવેઢાના સરપંચ પદે રંજનબેન વોરિયાનો વિજય થયો છે.
જામનગરના વસઈ ગામના સરપંચ પદે ઘનશ્યામસિંહ જાડેજા ચૂંટાયા..
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરામાં સરપંચ તરીકે સલમાબેન કાદરશાહમ દારનો વિજય
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજરમાં સરપંચ તરીકે કિરણબેન શૈલેષભાઈ ડાંગરિયાનો વિજય
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રામપર ગ્રામપંચાયતના સરપંચ પદે હરસુખભાઈ રૂપાપરાનો વિજય
બાધલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જીજ્ઞાબેન વસોયાનો વિજય
જામનગર તાલુકાના બજરંગપુર વેતરીયામાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો સરપંચ પદે વિજય
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડીમાં ક્રિષ્નાબેન કપુરીયા સરપંચ તરીકે વિજેતા.
જોડિયા તાલુકાના જામદૂધઈમાં જાદવભાઈ પ્રેમજીભાઈ ગાંભવાનો સરપંચ પદે વિજય
મોટી બાણુગારના સરપંચ તરીકે ભાણીબેન પરમારનો વિજય
જામનગર તાલુકાના નવા નાગના ગ્રામ પંચાયતમાં સભ્ય પદે હરીશ રાઠોડ વિજય જાહેર
જામનગર તાલુકાના ચેલા ગ્રામ પંચાયતમાં સરપંચના મહિલા ઉમેદવાર રંજનબા રાજેન્દ્રસિંહ ભાટીનો વિજય થયો
જામનગર તાલુકાના દિગ્વિજય ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે મહિલા ઉમેદવાર રેખાબેન જગદીશભાઈ ચૌહાણ વિજેતા
વાણીયાગામ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર અતુલ કિશોરભાઈ વિજય થયા છે
જામનગર તાલુકાના ગોરધનપર ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર ઇસ્લામભાઈ મામદ ખીરા વિજય જાહેર થયા
જામનગર તાલુકાના શેખપાટ ગામમાં મહિલા ઉમેદવાર હંસાબેન મનસુખભાઈ ચાવડા 325 મતોથી વિજેતા
જામનગરના બજરંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજાનો વિજય
જામનગરના ખારાવેઢા ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર રંજનબેન કેશવજીભાઇ બોરિચાનો વિજય
ધ્રોલ તાલુકાના 3 ગામોના પરિણામ જાહેર થયા છે.સરપંચ પદે ત્રણ ગામના વિજેતા જાહેર થયાછે. સગાડીયા ગામમાં પદુભા જાડેજા , સુધાગુનામા દેવાભાઈ ભૂંડીયા , ધરમપુરમા પ્રભાબેન રાઠોડ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ધુતારપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રી કાઉન્ટિંગ
જામનગર તાલુકાના ધુતારપર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રી કાઉન્ટિંગ કરવાનો નિર્ણય કરવાનો આવ્યો હતો. સરપંચ પદનો ઉમેદવાર 6 મતથી જીત તરફ હતો ત્યારે હાર તરફ જઈ રહેલા ઉમેદવારે રી કાઉન્ટિંગ માંગતા ગરમાવો જોવા મળ્યો હતો. ધુતારપર ગ્રામ પંચાયત ચૂંટણીમાં રી-કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પણ ફરીથી એ જ પરિણામ આવ્યું હતું. જામનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદે બંને પગથી દિવ્યાંગ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ચેલા ગ્રામ પંચાયતના વોર્ડ નં.4 માં સભ્ય પદે વિજેતા થયા છે. કિરણસિંહ સોલંકી નામના દિવ્યાંગ ઉમેદવાર વિજેતા થયા છે. વોર્ડ નં 4 ના સભ્યપદની ચૂંટણીમાં 72 મતે તેઓ વિજેતા થયા છે.