Home Gujarat Jamnagar જામનગર શહેરમાં અનેક ગુન્હેગારો પર સારી પક્કડ ધરાવનારા PI ની બદલી થતા...

જામનગર શહેરમાં અનેક ગુન્હેગારો પર સારી પક્કડ ધરાવનારા PI ની બદલી થતા સ્થાનિકોમાં નારાજગી

0

જામનગર શહેરમાં અનેક ગુન્હેગારો પર સારી પક્કડ ધરાવનારા સિટી બી. ડિવિઝન ના પી.આઈ. ની બદલી થતાં સ્થાનિકોમાં નારાજગી

  • ૨૫ વર્ષના સાયચા ગેંગ ના સામ્રાજ્ય ને ખતમ કરી જેલ ભેગા કર્યા : તેઓના બંગલાઓ પણ જમીનદોસ્ત કરી નાખ્યા

દેશ દેવી ન્યૂઝજામનગર તા ૧૮ માર્ચ ૨૪ , જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.હરદીપસિંહપી. ઝાલા ની રાજ્ય સરકાર દ્વારા શનિવારે સવારે લોકસભા ઇલેક્શન ની જાહેરાત પહેલાં ૫૦ પી.આઈ.ના બદલી ના ઓર્ડર ની સાથે તેમની પણ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જેથી જામનગરના સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી છે.ભારતનો સર્વોચ્ચ યુનિયન હોમ મીનીસ્ટર એક્સેલન્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ તેઓને તાજેતરમાં જ દિલ્હીમાં પ્રાપ્ત થયો છે, તેવા પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ પી. ઝાલાએ ટૂંકા ગાળામાં પોતાની ફરજ દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગુન્હેગારો પર સારી એવી ધાક જમાવી હતી, અને કેટલાય ગુનેગારોને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું.એટલું જ માત્ર નહીં બેડી વિસ્તારના સાયચા ગેંગ ના ૨૫ વર્ષના સામ્રાજ્યને ખતમ કરી નાખ્યું હતું, અને સૌથી ચર્ચાસ્પદ એવા શિક્ષિકા આપઘાત કેસમાં તેઓની સામે ગુનો નોંધી અટકાયત કરાઈ હતી, અને જેલ ભેગા કર્યા છે.સાથો સાથ તેઓએ છેલ્લા ૨૫ વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હોવાથી અલગ અલગ લેન્ડ ગ્રેબિંગના બે ગુનાઓ નોંધી તેઓને જેલ ભેગા કર્યા છે, એટલુંજ માત્ર નહીં સાયચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા વૈભવી બંગલાઓને પણ જમીનદોસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેવા પોલીસ ઇન્સ્પેક્ટરની ટૂંકા ગાળામાં બદલી થતાં સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી. ગઈકાલે તેઓનો જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં વિદાય સમારંભ યોજાયો હતો, અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી ડી.વાય.એસ.પી. જયેન્દ્રસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી, તેઓને શુભકામના પાઠવી હતી, અને જામનગરમાં કરેલી ફરજ બદલ બિરદાવ્યા હતા. સિટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફ દ્વારા પણ ભારે હૈયે વિદાયમાન અપાયું હતું, અને તેઓએ પોતાની ફરજ દરમ્યાન ગુનેગારો પર કંટ્રોલ રાખવાની કરેલી મહત્વની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version