જામનગર હોસ્પિટલ સામેની દુકાનને લઈને નિતીન માડમની કમિશનરને સણસણતી રજૂઆત
- સુપ્રિમ કોર્ટના ચુકાદો છતા રોડ પહોળો કરવામાં આવ્યો નથી.
- પંદર વર્ષથી લીઝ પુરી થઈ છે : છતાં રીન્યું વગર દુકાનો ધમધમે છે.
- મંજૂરી વગર એક માંથી બે દુકાનો થઈ: તંત્રને જાણવામાં રસ નથી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ મે ૨૩ જામનગર જી.જી હોસ્પીટલન સામે વર્ષોથી અનેક દુકાનો આવેલ હોય અમારી જાણ મુજબ આ દુકાનો બહુ લાંબા સમયથી મહાનગરપાલિકા દ્વારા લીઝ પર આપેલ હોય તે લીઝ ગુલાબ કુંવરબા આર્યુવેદિક સોસાયટી તથા જામનગરપાલિકા વચ્ચે થયેલ હોય તે અંદાજે ૧૫ વર્ષથી પુર્ણ થયેલ હોય પરંતુ આ લીઝ રીન્યુની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ ન હોય તેને લઈને નીતીન માડમે મ્યુ કમિરનરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં નિતીન માડમે જણાવ્યું હતું કે મહાનગર પાલિકાના નિયમ વિરૂદ્ધ હાલ આ દુકાનદારો દુકાનો ચલાવે છે. આ અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ તે દુકાનો દુર કરી તે રસ્તાને પહોળો કરવાનો ચુકાદો પણ થયેલ હોય તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલ હોય તેથી ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. અમારી જાણ મુજબ કોઈ જાતની વહીવટી મંજુરી વગર મહાનગરપાલિકા તથા દુકાનદારો વચ્ચે કોઈ મૌખિક સમજુતી (ભ્રષ્ટ્રાચાર) થયેલ હોય તેવું ઉમેર્યું હતું.
શરૂઆતમાં હોસ્પિટલ સામે દુકાનોની સંખ્યા ઓછી હોય પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ તે દુકાનોની સંખ્યા વધવા માંડી (એક દુકાનમાંથી એક થી વધુ ) દુકાનો બની ગયેલ છે. આ અંગે લીઝ એગ્રીમેન્ટનો ઉલાળીયો થઈ ગયો છે.અને નિયમને ધોળીને પી ગયા છે.