Home Gujarat Jamnagar જામનગર માં કુતરાઓ નું ખસીકરણ આર્શિવાદ કે અભિશાપ.!!

જામનગર માં કુતરાઓ નું ખસીકરણ આર્શિવાદ કે અભિશાપ.!!

0

જામનગર શહેરમાં શ્વાનના આતંક સામે મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ

  • શહેરમાંથી ૯૧૬ શ્વાનને પકડી લઈ ખસીકરણ કરાયા પછી મૂળ સ્થાને મૂકી દેવાની કાર્યવાહી
  • ખસીકરણ થી શરીરમાં ઇન્ફ્રેકશન , મુત્યુનું પ્રમાણ વધ્યું , સ્વભાવ માં પરિવર્તન , બાઈટની સંખ્યા વધી .? : પશુ ચિકિત્સક ઘવલ રાવલ

 દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૪ જામનગર શહેરમાં કુતરા નો ત્રાસ ખૂબ જ વધી ગયો હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા કુતરાઓની વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે, અને ખાનગી કોન્ટ્રાકટર પાર્ટી દ્વારા શહેરમાથી કૂતરાઓ માટેની ખસિકરણ ની ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે ૯૧૬ શ્વાનનું ખસીકરણ કરી લેવાયું છે. જે કાર્યવાહી અવિરત ચાલુ રખાઇ છે. પરંતુ તેની વિપરીત અસર જોવા મળી રહી છે. ખસીકરણને કારણે કુતરાઓના સ્વભાવ માં પરીવર્તન જોવા મળી રહ્યું છે પરિણામે કુતરાઓ માં બચકા ભરવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.બીજી બાજુ ઓપરેશન બાદ ઈન્ફેકશન લાગવાથી અથવા ટાંકા ટુટી જવાના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.!! ઘણા ખરા કિસ્સામાં તો ઓપરેશન કરેલ શ્વાનના આંતરડા બહાર લટકતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેને લઈ પશુપ્રેમી ઓમાં રોષ ફાટી નીકળ્યો છે .

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ખાનગી પાર્ટીને શ્વાન ને ખશીકરણ માટેનો કોન્ટ્રાકટ અપાયો હતો, અને શહેરમાંથી અંદાજે ૨.૦૦૦ જેટલા કુતરાઓનું ખસીકરણ કરવા માટે નો ટાર્ગેટ અપાયો છે. જેના અનુસંધાને ગત ૨૩.૧૨.૨૩ થી ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, અને જુદા જુદા બે વાહનો મારફતે છ જેટલા સ્ટાફની ટુકડી દ્વારા શહેરમાં ખસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ છે, અને ગઈકાલ સુધીમાં ૯૧૬ કુતરાઓને પકડીને રણજીત સાગર રોડ પર સ્પેશિયલ દવાખાનું બનાવાયું છે, ત્યાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યાં અંદાજે ૧૭૫ જેટલા પાંજરા બનાવ્યા છે, જેમાં શહેરમાંથી પકડેલા કુતરાઓને લાવીને તેમાં રાખવામાં આવે છે, અને તેઓને જરૂરી દવા આપી પાંચ દિવસની પ્રક્રિયા ચલાવવામાં આવે છે, ત્યારબાદ શ્વાનને ફરીથી જે સ્થળેથી ઉપાડેલા હોય, તે સ્થળે મૂકવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ પણ શહેરમાંથી કુતરા ને પકડી લઈ ખસીકરણની પ્રક્રિયા અવીરત ચાલુ રખાઇ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version