Home Gujarat Jamnagar જામનગરના ચકચારી કેસમાં પૂર્વ કોર્પોરેટરોના રિમાન્ડ નામંજુર : અદાલતે જામીન મુક્ત કર્યોં

જામનગરના ચકચારી કેસમાં પૂર્વ કોર્પોરેટરોના રિમાન્ડ નામંજુર : અદાલતે જામીન મુક્ત કર્યોં

0

જામનગર નાં પૂર્વ કોર્પોરેટર ની રિમાન્ડ ની માંગણી નામંજૂર : જામીન પર મુક્ત કરવા અદાલત નો આદેશ

  • જામ્યુકોનું ચક્ચારી ખંડણી , ધાકધમકી પ્રકરણ : આરોપી ત્રણ મહિને હાથ લાગ્યો ?

  • કોર્ટ માં જામ્યો કાનૂની જંગ : યુવા ધારાશાસ્ત્રી રાજેશ ગેસાઈની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી

  • પૂર્વ કોર્પોરેટર દિપુ પારિયાના વોન્ટેડ હોવાના પોસ્ટર લાગ્યા ‘ તા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જુલાઈ ૨૪, જામનગર મહાનગર પાલીકા પુર્વ કોર્પોરેટર દીપુ પારીયા દવારા સીટી ઈજનેર અને પૂર્વ ઇન્ચાર્જ ડીએમસી પાસે થી ખંડણી અને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાના કેશમાં રીમાંડ ના-મંજુર કરી અને આરોપીને જામીન મુક્ત કરવા નો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આરોપી પુર્વ કોર્પોરેટર ૩ માસ થી નાશતા ફરતા હતા, પોલીસ દવારા વોન્ટેડના પોસ્ટરો પણ છપાવેલ હતા.

જામનગર મહાનગર પાલીકાના સીટી ઈજનેર અને પુર્વ ડી.એમ.સી. ભાવેશ નટવરલાલ જાની ધ્વારા જામનગર સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ માસ પહેલા આરોપી અને પુર્વ કોર્પોરેટર એવા તેજસી ઉર્ફે દીપુ પારીયા સામે એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી તેમની ઓફીસની ચેમ્બરમાં જઈ અને વોર્ડ નં. ૭ ની ફાઈલ મંજુર કરતા નથી દબાવીને રાખો છો, તમારે ગમે તેમ કરીને મંજુર કરવી જ જોઈશે, પહેલા હું કોર્પોરેટર હતો હવે મારી પત્ની છે, કોર્પોરેટર તેમ જણાવી અને ગેરશબ્દો બોલી અને જો હું કહું તેમ નહી કરો તો તમારા સામે એટ્રોસીટીની ફરીયાદ કરી અને તમને હેરાન કરાવી નાખીશ અને દર મહીને ૧ લાખનો હપ્તો આપવો પડશે તેવી ધમકીઓ આપી અને ખંડણી માંગેલ અને કાઠલો પકડી અને ગાળો બોલી અને ધમકી ઓ આપી હતી અને પર્સનલ ફોન ચાલું જ રાખવો અને હું જયારે ફોન કરૂ ત્યારે તારે મારો ફોન ઉપાડી જ લેવો નહી તો તને જીવવા નહી દઉં અને ખોટા કેશમાં ફીટ કરી નાખીશ, તેવી ધમકી આપેલ અને ફરજ રૂકાવટ કરેલ અને ખંડણી સ્વરૂપે પૈસાની માંગણી કરેલ, આ બાબતની ફરીયાદ આજ થી ૩ માસ પહેલા દાખલ થવા પામી હતી.,

જે તે સમયે ફરીયાદ દાખલ કરતા આરોપી નાશી ભાગી ગયેલ હોય, જેથી ૩ માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને આરોપી મળી આવતો ન હોય, જેથી આરોપીના વોન્ટેડના પોસ્ટર પોલીસ ધ્વારા છાપવામાં આવેલ હતા, ગત તા.૧૧/૦૭/૨૦૨૪ના રોજ આરોપી ની અટક કરવામાં આવેલ અને તેમને પોલીસ કસ્ટડી દરમ્યાન જા.મ.પા. ખાતે લઈ જવામાં પણ આવેલ અને રીવ્હલસલ પણ કરાવવામાં આવેલ, અને ત્યારબાદ તેને અદાલતમાં રજુ કરી અને રીમાંડની માંગણી કરવામાં આવેલ, જેમાં આરોપીને વધુ પોલીસ કસ્ટડીમાં રાખવો જરૂરી હોય, તેઓ ૩ માસ જેટલો સમય નાશતા ફરતા હોય, તે બાબતની દલીલો કરવામાં આવી હતી. અને આ રીતે કેટલી ખંડણી લીધેલ હોય, વિગેરે બાબતના મુદાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપી એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા વ્યકિત હતા, તેઓ પુર્વ કોર્પોરેટર છે, અને તેમના પત્ની હાલ ચાલું કોર્પોરેટર છે, અને પ્રજાના પ્રતિનીધી તરીકે અધિકારી સાથે વારંવાર કોઈને કોઈ કામ બાબતે ધર્ષણ થતું હોય અને સામાન્ય બોલાચાલી થતી રહેતી હોય, તે સામાન્ય બોલાચાલીને આ રીતે માટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને આ જે આક્ષેપો છે, તેમાં ખંડણીની માંગણી કરેલ છે, ખંડણી લીધેલ હોય, તેવા આક્ષેપો નથી તેથી આ બાબતના કારણોથી રીમાંડ મંજુર કરી શકાય નહી,

તે દલીલો સાંભળી અને ના અદાલતે રીમાંડની પોલીસની માંગણી રદ કરેલ અને ત્યારબાદ આરોપી ધ્વારા જામીન મુક્ત થવા અરજી દાખલ કરેલ, તેમાં સરકાર પક્ષે રજુઆતો થયેલ કે, આ રીતે ખંડણી માંગણી અને ફરજ રૂકાવટ કરેલ હોય, અને સતાનો દુરૂપયોગ કરે હોય, અને અધિકારી ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કરેલ હોય, અને ગુન્હો દાખલ થયા બાદ ૩ માસ સુધી આરોપી નાશતો ફરતો હતો, તે સંજોગો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે રજુઆતો થયેલ કે, સામાન્ય બાબતને મોંટું સ્વરૂપ આપવામાં આવેલ છે, અને અધિકારી અને સતાધીશો વચ્ચે વારંવાર પ્રજાના પ્રશ્નોના કારણે નાની મોટી બોલચાલી થતી હોય, પરંતુ કોઈ અંગત અદાવત રાખી અને ભારે કલમોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આરોપી કયાંય નાશી ભાગી ગયેલ ન હતો, તેમને પોતાએ કાયદામાં જે જે અધિકાર આપેલ છે, તેનો તેને ઉપયોગ કરેલ છે, તે રેકર્ડ ઉપરની હકિક્તો છે, તેઓ ક્યાંય નાશી ભાગી ગયેલ નથી અને જનાર પણ નથી, અને હાલ આરોપીના પત્ની કોર્પોરેટર છે, જો આ રીતે પ્રજાના સતાધીશોને આવી ફરીયાદ કરી અને દબાવી દેવામાં આવે તો અધિકારી જ સર્વોપરી થઈ જશે, અને આરોપી ધંધાદારી વ્યક્તિ પણ છે, તેઓ ક્યાંય નાશી ભાગી જશે નહી, તે સંજોગોમાં જામીન મુક્ત કરવા જોઈએ, આમ, તમામ દલીલો રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ

દલીલો માન્ય રાખી અને આરોપી તેજશી ઉર્ફે દિપુ પારિયા ને ચીફ કોર્ટ ધ્વારા જામીન મુકત કરવાનો હુકમકરેલ છે આ કેસ માં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ ગોહિલ , રજનીકાંત આર.નાખવા અને નિતેશ જી.મુછડીયા રોકાયેલા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version