વિધિ’ એ ૨૦ વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહી થી લખ્યા !
પિતા નિધીના લગ્ન માટે વારાણસીમાં છોકરો જોવા ગયા એ દરમિયાન જ નિધીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તે બ્રેઇનડેડ થઇ
બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું અંગદાન કરાયું
બ્રેઇનડેડ નિધીના પરિજનોએ અંગદાન કરીને ૫ જરૂરિયાતમંદના જીવનનો દીપ પ્રજવલ્લિત કર્યો
જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. ૪ દિવસની સધન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.
અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
નિધી તો શ્રીવાસ્ત પરિવાર થી છૂટી પડી પરંતુ અન્ય ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત ૨૫ ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.
નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૬૨ અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ ૧૯૫ અંગોથી ૧૭૩ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
થોડા દિવસ અગાઉ અંગદાન વિષે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થય કર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇ.સી.યુ.માં કોઇ યુવાન દર્દીનું મૃત્યું કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધું લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જીંદગીને જીવતા હજૂ તો શિખ્યા હોય અને ત્યાં જીંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે ?
લખ્યા જે લેખ વિદ્યાતાએ તારા, તે વિધાતા જાણે,એ જાણવા કાજે, તુ ફિકર બહુ કરે છે શાને,આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે,છોડતા આ જગ લઇ જશે તેવું તું તારી સાથે