જામનગરમાં રાજપુત કરણી સેનાનો ગૌ પ્રેમ: લમ્પી વાઇરસમાંથી ગૌધન મૂક્ત થાય તે માટે રુદ્ર અભિષેક-શિવપૂજા
- સચાણાના હંસેશ્વર મહાદેવ મંદિરે રુદ્ર અભિષેક શિવ પૂજા તેમજ શિવભક્તો માટે પ્રસાદનું આયોજન કરાયું
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૬ ઓગસ્ટ ૨૨ જામનગર: સમગ્ર રાજ્યમાં લમ્પી વાઇરસ ફેલાયો છે. ત્યારે જામનગરમાં રાજપુત કરણી સેના દ્વારા લમ્પી વાઇરસને અટકાવવા માટે શિવજીને રુદ્ર અભિષેક કરાયો હતો. જામનગરથી 25 કિ.મી દુર આવેલા સચાણા ગામમાં હંસેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં રુદ્ર અભિષેક શિવ પૂજા તેમજ શિવભક્તો માટે પ્રસાદ તથા ફરારનું આયોજન કરવામાં આવ્યું હતું.
લમ્પી વાઇરસમાંથી ગૌમાતા તદ્દન મૂક્ત થાય તે માટે મહારુદ્રી અભિષેક તથા શિવપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત કરણીસેના પ્રદેશ સંગઠનના હોદેદારો જિલ્લા સંગઠનના દોલુભા જાડેજા, મુળરાજસિંહ ઝાલા, સૂરપાલસિંહ વાળા, રાજભા ઝાલા, વિજયસિંહ જાડેજા તેમજ રાજપૂત સમાજના તમામ સંગઠનના હોદ્દેદારો 700થી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસમાં ઉપસ્થિત રહી શિવપૂજા અને અને પ્રસાદની વ્યવસ્થા કરી હતી.