Home Gujarat Jamnagar જામનગર ફિઝિયોથેરાપી કોલેજનું રેગિંગ કાંડ: 6 સસ્પેન્ડ 9 એક વર્ષ માટે ગયા..

જામનગર ફિઝિયોથેરાપી કોલેજનું રેગિંગ કાંડ: 6 સસ્પેન્ડ 9 એક વર્ષ માટે ગયા..

0

જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બોયઝ હોસ્ટેલમાં થયેલ રેગીગ મામલે કમિટી આકરા પાણીએ

6 જેટલા વિદ્યાર્થીઓને પરમેનેન્ટ હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે..

જ્યારે નવ જેટલા વિદ્યાર્થીઓને એક વર્ષ માટેનું સસ્પેન્શન આપવામાં આવ્યું છે..

દેશ દેવી ન્યુઝ જામનગર 25.આજરોજ સવારે ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા મીડિયાને સંબોધીને જણાવવામાં આવ્યું કે બોયઝ હોસ્ટેલ માં થયેલ રેગિંગ બાબતે એન્ટી રેગિંગ કમિટી આકરા પાણીએ જોવા મળી છે

ફિઝિયોથેરાપી કોલેજ ના ત્રીજા અને ચોથા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ એ બોયઝ હોસ્ટેલમાં જુનિયરો સાથે રેગીગ કરી અને તેવો ની પજવણી કારીહોવા અને માનસિક ત્રાસ આપતા હોવાનું તાપસ માં સામે આવતા 6 વિદ્યાર્થીઓ ને પરમેનેન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

તેમજ બાકીના વિદ્યાર્થીઓ ને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્શન આપવામાં આવ્યું છે

જામનગરમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટના સામે આવતાં જ તમામ ભોગ બનનારાઓ નું નિવેદન નોંધી રિપોર્ટ તૈયાર કરી અને ગઈકાલ છ વાગ્યે એન્ટી રેગિંગ કમિટીને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો

રિપોર્ટ આવ્યા બાદ ૧૫ જેટલા વિદ્યાર્થીઓ ઉપર કમિટી દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા છે સાથોસાથ આ વિદ્યાર્થીઓના વાલીને પણ આ બાબતે જાણ કરાઈ હતી અને જ્યાં સુધી વિદ્યાર્થીઓનું વલણ યોગ્ય ના થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓના રીઝલ્ટ અનામત રાખવામાં આવ્યા છે સાથોસાથ એક વર્ષ માટે આ વિદ્યાર્થીઓ કોઇપણ સ્પર્ધાત્મક કે કોન્ફરન્સમાં ભાગ નહીં લઇ શકે તેમજ એક વર્ષ માટે એક્ઝામ આપવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે એવું પણ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version