જામનગરમાં સર્જાયો નવો વિવાદ…
પ્રાંત અધિકારી આસ્થાબેને પોતાના કોલ્સ મારા ફોનમાં ડાઈવર્ટ કરી દીધા: કોંગી નગરસેવિકા રચના નંદાણિયા
પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરે કહ્યું… ‘મેં એવું કાંઈ કર્યું નથી !’
જામનગર શહેરમાં અતિવૃષ્ટિના કારણે નવાગામ ઘેડમાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. સરકારે સહાયની જાહેરાત કરતા લોકોને કંઈક આશા બંધાઈ છે ત્યારે અમૂક લોકો સર્વેમાં રહી ગયા હોવાનું ધ્યાનમાં આવતા કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ આ અંગે પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગરને રજૂઆત કરી હતી, પરંતુ પ્રાંત અધિકારીએ સર્વે થઈ ચૂક્યો છે અને હવે કંઈ થઈ શકે નહી તેમ જણાવ્યું હતું અને કોઈ ફોન આવે તો મારો નંબર આપી દેજો તેમ કહ્યું હતું.
દરમિયાન ગુરૂવારે સવારથી જ અચાનક કોર્પોરેટર રચનાબેનના મોબાઈલ પર આસ્થાબેનના તમામ ફોન આવવા લાગ્યા હતા જેથી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તપાસ કરતા જાણવા મળ્યું કે, આસ્થાબેને પોતાનો મોબાઈલ નંબર રચનાબેનમાં ડાયવર્ટ કરી દીધો હતો જેના લીધે બધા ફોન તેમને જતાં હતા.
આ બાબતે ભારે વિવાદ સર્જાયો હતો અને મોડીસાંજે ફરી આસ્થાબેને પોતાનો નંબર ચાલુ કરી દીધો હતો.તેવું જાણવા મળેલ છે હાલ તો ફોન ડાયવર્ડએ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાવી છે.