Home Gujarat Jamnagar જામનગર જીલ્લામાં SSC (રીપીટર માટે)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

જામનગર જીલ્લામાં SSC (રીપીટર માટે)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

0

જામનગર જીલ્લામાં એસ.સી.સી.(રીપીટર માટે)ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

પરિક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં પરીક્ષા સમયે કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

જામનગર: આગામી તા.15-07-2021 થી 27-07-2021 સુધી એસ.એસ.સીની પરીક્ષાઓ (રીપીટર માટે) યોજાનાર છે. જે પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. ચોરીના દૂષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.

આ પરીક્ષાઓ શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને પરિશિષ્ટમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રોમાં તા.15-07-2021 થી 27-07-2021 સુધી સવારના 9:30 થી બપોરના 01:15 કલાક સુધીતેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ નિયત કરેલ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-135ની પેટા કલમ-3 તથા ભારતના ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version