ખંભાળિયા નજીક ખાનગી કંપનીના અધિકારી – કર્મચારીઓ ઉપર હિચકારો હુમલો..
કોન્ટ્રાકટ મેળવવા બાબતે ધોકાવડે હુમલો, કારના કાંચ પણ તોડી નાંખ્યા: ત્રણ સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર 28. મૂળ બિહાર રાજયના ચિરાયા તાલુકાના રહીશ અને પેટા કોન્ટ્રાકટ કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર સુખદેવ ઠાકુર (ઉ.વ.27) નામના કર્મચારીએ વાડીનારના રહીશ એવા આદિલ નામના શખ્સ ઉપરાંત અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ વાહન ગયેન્દ્રરાજ નામનો ચાલક ચલાવી રહ્યો હતો. તેઓને વેદાન્તા કંપનીના ગેટથી થોડે આગળ અટકાવી અને વાડીનારના આદિલ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ દરવાજો ખોલી ને પૂછ્યું હતું કે ’વિકાસ સાહેબ કોણ છે?’- પરંતુ એકપણ કર્મચારી એ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ કારનો પાછળનો દરવાજો ખોલી અને લાકડાના ધોકા વડે કાર સવાર કર્મચારીઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. ગાળો કાઢી અને કારના કાચ તોડી નાખ્યા હતા.