સિક્કાની સગીરાના અપહરણમાં કેસમાં તપાસનો ધમધમાટ : પોક્સોની કલમ ઉમેરાઇ
મુખ્ય આરોપી રીયાજ મુસ્તાક ગંઢાર નામના શખ્સની ધરપકડ
સગીરાને ભગાડી જવામાં મદદગારી બે શખ્સોની પણ અટકાયત
ઉપયોગમાં લેવાયેલી કાર-મોબાઈલ કબજે કરતી પોલીસ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ જૂન ૨૨ : જામનગર તાલુકાના સિક્કા ગામ માં ટી.પી.એસ. કોલોનીમાં રહેતી 17 વર્ષીય સગીરાનું ગત 8મી તારીખે અપહરણ થઈ ગયું હતું. જે અપહરણ ના બનાવ અંગે સગીરાના માતા દ્વારા સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી .
પ્રકરણમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી સિક્કા ગામમાં જ રહેતા રીયાજ મુસ્તાક ગંઢાર નામના એક શખ્સની ધરપકડ કરી લીધી છે, અને તેની પાસેથી સગીરાનો કબજો છોડાવી લઇ મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાથી પોલીસે આરોપી રિયાઝ સંઘાર સામે 363, અને 366 ની કલમ ઉપરાંત 376 અને પોક્સો એક્ટની કલમ 4-6 નો ઉમેરો કર્યો છે.