જામનગરના કનસુમરા GIDCમાં પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાનામાં પ્રદુષણ વિભાગના દરોડા : પોલીસ ફરીયાદ
કારખાનામા આવેલ એફલ્યુ ટ્રીટેમેનનું ઓધોગિક ગંદુ પાણી જાહેર ગટરમાં નિકાલની તજવીજ કરતા રંગે હાથે ઝડપાઇ ગયા
આરોપી :- મોરી રામા કરશનભાઈ રહે . મકાન નંબર -૯૩ ,સુભાષપાર્ક શેરી નં -૩ લાલપુર ચોકડી પાસે જામનગર તથા તપાસમા ખુલે તે તમામ
મુદામાલ :- ટેન્કર ચાલક ટ્રેકટર ટેન્કર રજી નંબર GJ 23 B 2835 મૂકી ફરાર : મોડીરાત સુધી પોલીસ અને પ્રદુષણ વિભાગની તપાસનો ધમધમાટ.
ફરીયાદી :- કૃણાલ હીતેશભાઈ તન્ના જાતે લુહાણા ઉવ. ૨૯ ધંધો નોકરી પ્રદુષણ બોર્ડ જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર 05.જામનગર શહેરના કનસુમરા માં આવેલ વિશ્વનાથ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં GIDC માં આવેલ પરફેક્ટ મેટક્રાફ્ટ LLP નામના કારખાનામાંથી નાઇટ્રીક એસીટનું પાણી મોરી રામા કરશનભાઈ ટ્રેક્ટર ચાલકએ પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાનામા પોતાના હવાલાવાળુ ટ્રેકટર ટેન્કર રજી નંબર GJ 23 8 2835 મા ઓધોગિક ગંદુ પાણી જે કારખાનામા આવેલ એફલ્યુ ટ્રીટેમેન્ટ પ્લાઝ્મા સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ એસીડીક ( ગંદુ પાણીનો યોગ્ય નિકાલ નહી કરી અને ૪૭૭ પ્લોટ પાસે જાહેર ઓધોગિક વરસાદી પાણીના નિકાલની ગટરમા ખાલી કરવાની કોશીશ કરી અને આ એસીડીક ( ગંદુ પાણી ) જાહેરમા ગટ્ટરમા છોડવાથી માણસોના સ્વાસ્થયને હાની પહોંચે તે રીતે તથા કુદરતી હવા તથા પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદુષિત કરવાની કોશીશ કરી ચાલક ટ્રેકટર ટેન્કર મુકી નાસી ગયેલ તેમજ અન્ય આરોપીઓએ આ ગુન્હો કરવાની કોશીશમા મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.