જામનગર નજીક લાખાબાવળના પાટીયા પાસેની શીવાલીક સોસાયટીમાં પંચ-બી પોલીસનો દરોડો
- જામનગરમાં ભાડાના મકાનમાંથી દારૂની ૧૬૮ બોટલો મળી : આરોપીઓ હાજર ન મળ્યા
- ભાડાનું મકાન રાખનાર બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા તથા રમેશ પારીયા બન્ને શખસોને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જુલાઈ ૨૩
જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દારૂની ૧૬૮ બોટલો મળી આવતાં કબ્જે કરી હતી અને ભાડાનું મકાન રાખનાર બે શખસો મળી ન આવતાં ફરાર જાહેર કર્યા છે.
લાખાબાવળ પાટીયા પાસે, બેસી, હાર્મની બાજુમાં, શીવાલીક સોસાયટીમાં ભાડાના મકાનમાં બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા અને રમેશ ભીમજીભાઈ પારીયાએ દારૂનો જથ્થો વેચવા માટે આયાત કર્યાની પંચકોશી બી ડિવિઝનના મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાનમી મળી હતી.
જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મકાનની તલાસી લેતાં તેમાંથી રૂ.૮૪ હજારની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૬૮ બોટલો મળી આવતાં પોલીસે કબ્જે કરી હતી. જ્યારે ભારે મકાન રાખનાર બિપીન અને રમેશ હાજર ન મળી આવતાં તેને ફરાર જાહેર કરીને શોધખોળ આરંભી છે.