કાલાવડ ના બસ સ્ટેન્ડ પરથી લાપતા બનેલી પરપ્રાંતિય પરિવારની બાળકીને શોધીને કાલાવડ પોલીસે પૂન : મિલન કરાવ્યું
દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૪ માર્ચ ૨૫, જામનગર જિલ્લાના કાલાવડ બસ સ્ટેન્ડ પરથી પરપ્રાંતિય પરિવારની એક બાળકી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને પરિવારજનો શોધખોળ ચલાવી રહ્યા હતા. દરમિયાન કાલાવડ પોલીસે બાળકીને શોધી કાઢી હતી, અને પરિવારજનો સાથે પૂન:મિલન કરાવી દીધું હતું, જેથી પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.