જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રેકડી- પથારાવાળા ઓ ના દબાણ હટાવવાની કાર્યવાહી માટે પોલીસ અને એસ્ટેટ શાખાની ભારે મથામણ
-
એસ્ટેટ શાખા દ્વારા ૧૦ થી વધુ રેકડી-૪૦ થી વધુ પથારા અને ૩૫ શાકભાજી ની લારી ના વજન કાંટા કબજે કરી લેવાયા: પોલીસે હાજર દંડ વસૂલ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, ફેબ્રુઆરી ૨૫ જામનગર માં બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં અને દિપક ટોકીઝ થી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ ધંધો કરવા માટે ફરી પ્રયત્ન કરતાં એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ,અને ગઈકાલ સાંજે અને આજે બપોરે સુધીમાં ૧૦ થી વધુ રેકડી અને ૪૦ થી વધુ પથારા તેમજ ૩૫ થી વધુ શાકભાજીની લારી ના વજન કાંટા કબજે કરી લઇ મહાનગરપાલિકા ની કચેરીમાં તેઓનો સામાન જપ્ત કરી ને રખાયો છે. કેટલાક રેકડી- પથારાવાળાઓ અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.