જામનગરના કાલાવડમાં રહેતા અને ગણેશ ઓઇલ મીલ ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયાએ પાસેથી રૂ .૧૬ લાખની કિમતના ૮૦૦ ડબ્બા તેલ લઇ પૈસા “ન” ચુક્વતા નડીયાદના બે શખસ સામે વિશ્વાસઘાત છેતરપિંડીની નોંધાવી ફરીયાદ.
દેશ દેવી ન્યુઝ જામનગર 18. કાલાવડના કુષ્ણનગર શિવમ કાર સર્વિસ ની પાછળ રહેતા અને ગણેશ ઓઇલ મીલ નામથી પેઢી ધરાવતા ભાવેશભાઈ વિઠલભાઈ પાનસુરીયા નામના પટેલ વેપારી પાસેથી નદીયાદ ગંજ બજાર કબ્રસ્તાન ચાર રસ્તા પાસે સંતરામ સેલ્સ એન્ડ્રુ કોર્પોરેશન નામની દુકાન ધરાવતા ઉતમભાઈ બારોટ અને જનકભાઇ નામના આરોપીઓએ કાલાવડના વેપારી પાસેથી ૨૦૦ શક્તિ બ્રાન્ડના તેલના ડબ્બા નો ઓર્ડર આપી જી.એસ.ટી સહીત ની રકમ નો ચેક આપેલ હતો.
આથી ભાવેશભાઇ પાનસુરીયા ની ફરીયાદ પરથી નડીયાદ ના બંને શખસ વિરૂદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી સબબ ઇ.પી.કો. ૪૦૬.૪૨૦.૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.