જામનગર નજીક ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં ઓચિંતી આગ લાગતાં ભારે અફડા તફડી
-
ફાયરની ટીમે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪, જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.૧૨ એ.ટી.૮૦૦૩ ટેન્કરના પાછલા ટાયર ના જોટામાં અકસ્માતે આગ લાગતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને ટેન્કર ચાલક તેમાંથી છલાંગ લગાવીને બહાર નીકળી ગયો હતો.