Home Gujarat Jamnagar જામનગરના અતિગીચ એવા બર્ધન ચોક વિસ્તારમાં વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરા-તફરી :...

જામનગરના અતિગીચ એવા બર્ધન ચોક વિસ્તારમાં વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરા-તફરી : જુવો VIDEO

0

જામનગરના અતિગીચ એવા બર્ધન ચોક વિસ્તારમાં વિજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરા-તફરી

  • ટ્રાન્સફોર્મરમાં આગના પગલે નીચે ઉભી રહેતી કટલેરીની રેકડી બળીને રાખ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૫ ફેબ્રુઆરી ૨૩ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં મધ્યમાં આવેલા વિજ ટ્રાન્સફોર્મરની નીચે કચરાનો ઢગલો પડ્યો હતો, જેમાં વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈએ તણખો મૂકી દીધો હોવાથી કચરો સળગવા લાગ્યો હતો, અને ધીમે ધીમે ઉપર રહેલા ટ્રાન્સફોર્મર માંથી થોડું ઘણું ઓઇલ લીકેજ હોવાના કારણે આગ ઉપર સુધી પહોંચી ગઈ હતી.

જોત જોતામાં સમગ્ર ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું હતું. આ ઘટનાને લઈને બર્ધનચોક વિસ્તારમાં ભારે દોડધામ થઈ હતી. જ્યાં પ્રતિદિન હજારો માણસની અવર-જવર રહે છે, તે ગીચ વિસ્તાર જે જ્યાં આ આગ ના બનાવ ના કારણે થોડો સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને લોકોના ટોળા એકત્ર થયા હતા.

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરંત જ ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, ઉપરાંત વિજ તંત્રની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સૌપ્રથમ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીનો મારો ચલાવી આગને સમયસર કાબુમાં લઈ લેતાં વધુ આગ પ્રસરતી અટકી હતી. જો કે આગના કારણે ટ્રાન્સફોર્મર તથા કેટલાક વાયરો સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version