Home Gujarat Jamnagar જામનગરમાં ખેડૂતની ફિલ્મી હત્યા કેસમાં ઓરોપી મનોજ ઉર્ફે સંજય ગોરાણીયા જામીન મુક્ત

જામનગરમાં ખેડૂતની ફિલ્મી હત્યા કેસમાં ઓરોપી મનોજ ઉર્ફે સંજય ગોરાણીયા જામીન મુક્ત

0

જામનગર N.R.I.ની રીલાયન્સ કંપની પાસે આવેલ કરોડોની ખેતીની જમીન પચાવી પાડવા થાર જીપથી કચડી નાખી ખેડુતનું ખુન કરવાના કેસમાં આરોપીને જામીન મુકત કરતી અદાલત

  • આરોપીઓએ વૃધ્ધને પછાડી અને થાર માથેથી ફેરવી દઈ હત્યા  નિપજાવેલ

  • સમગ્ર પરીવારની નજર સામે જ ઘરના મોભીનું ખુન કરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ અદાલત

  • જેલ નહી પરંતુ બેઈલના સીધ્ધાંતો મુજબ આરોપીને જામીન મુક્ત કરવો જોઈએ : એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ ફેબ્રુઆરી ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે નવાગામ વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભરતભાઈ ભીખાભાઈ કેશવાલાઓ જામનગરના મેધપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરેલ કે, તેઓ અને તેમનું પરીવાર તેમના ફઈની કે, જેઓ લંડન મુકામે વસવાટ કરે છે, તેની વાડીમાં વર્ષોથી વસવાટ કરે છે અને તેમના ફઈ દ્વારા આ જમીન તેમને આપવામાં આવેલ છે, તે બાબતે આરોપીઓ બળદેવ સવદાસ ગોરાણીયા તથા તેમના ભાઈ મનોજ ઉર્ફે સંજય સવદાસ ગોરાણીયા અને તેમના પરીવારના સભ્યો અને સાગરીતો આ જમીન ખાલી કરાવવા માટે અવાર નવાર ધમકીઓ આપતા હતા.આરોપીઓએ જણાવેલ કે, આ જમીન અમે લઈ લીધી છે તમે કબ્જો ખાલી કરી ચાલ્યા જજો નહી તો જીવતા નહી રહો તેવી ધમકી ફરીયાદી ભરતભાઈને અગાઉ આપેલી હતી ત્યારબાદ તા.૦૫/૦૬/૨૦૨૩ના રોજ ફરીયાદી તેમના પરીવારના સભ્યો વાડીમાં રાત્રીના હતા અને તેમના પિતા ભીખાભાઈ કેશવાલા આ વાડીમાં ખાટલામાં સુતા હોય, તે દરમ્યાન થાર મોટરકાર વાડીનો દરવાજો તોડી અને અંદર ફીલ્મી ઢબે આવેલ અને તેઓ આવી અને સીધા ભીખાભાઈને માર મારવા લાગેલ અને મોટે મોટેથી અવાજ કરવા લાગેલ કે, આજે ભરતને પણ પતાવી દેવો છે, તે કહી અને ભીખાભાઈને ઢસડી અને ખાટલાની નિચે પછાડી દીધેલ અને ત્યારબાદ થાર મોટરકાર પુરઝડપે ખાટલાની આજુબાજુ રાઉન્ડ મરાવી અને ભીખાભાઈ ઉપરથી થાર મોટરકાર ચલાવી લઈ કચડી નાખી અને નાશી ભાગી ગયેલ આ ફરીયાદ દાખલ કરતા આરોપીઓની અટક કરવામાં આવી હતીતે પૈકી આરોપી મનોજભાઈ ઉર્ફે સંજયભાઈ સવદાસભાઈ ગોરાણીયા દ્વારા નામદાર અદાલતમાં જામીન મુક્ત કરવા માટે અરજી દાખલ કરતા, તપાસ કરનાર પોલીસ દ્વારા લેખીતમાં વાંધાઓ લેવામાં આવેલ અને સરકાર તરફે રજુઆતો કરવામાં આવેલ કે, આ ખુનનો કેશ છે અને આરોપીઓને ફરીયાદી અને તેમના સમગ્ર પરીવારે જોવેલ છે, અને આ કામે ફરીયાદી અને તેમના પરીવાર સામે આ રીતે ખુબજ ખરાબ રીતે તેમના ઘરના મોભીને મોતને ધાટ ઉતારી દઈ અને ગુન્હો કરેલ છે.

જેથી આ પ્રકારના આરોપીને જામીન મુક્ત કરવાથી આ રીતે ભુ-માફિયાઓ જે જમીન ખાલી કરવા માટે કોઈને કોઈ હદ વટાવતા હોય છે તેમને કાયદાની કોઈ શેહ રહેશે નહી અને હાલ ભુ-માફીયાઓ દ્વારા ખેડુતોની ખેતીની જમીન આ રીતે દબાણ કરી અને પચાવી પાડવામાં આવે છે અને જો તે ખાલી કરે નહી તો આ રીતે કોઈ ઘરના વ્યકિતને મોત અપાવી અને ખુન કરી અને જમીન કબજે કરી લેવામાં આવે છે, અને જો આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો ફરી તે આ જ પ્રકારે કૃત્ય કરશે અને આરોપી સામે અગાઉ પણ કેશો નોંધાયેલા છે.તે તમામ હકિકતો ધ્યાને લઈ અને આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેવી દલીલો કરવામાં આવેલ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર મોબાઈલ લોકેશન આવેલ છે એટલે આરોપી સામે સ્ટ્રોગ કેશ છે, તેવું માની શકાય નહી અને અગાઉ ગુન્હા નોંધાયેલા છે, તે આધારે આ ગુન્હામાં જામીન આપવા જોઈએ નહી, તેવો પણ કાયદાના કોઈ સિદ્ધાંત ન હોય, અને આરોપીને લાંબો સમય સુધી જેલમાં રાખવાથી તેના બંધારણીય હકકોને નુકશાન થાય છે અને જેલ નહી પરંતુ બેઈલના સીધ્ધાંતો મુજબ આરોપીને જામીન મુક્ત કરવો જોઈએ આમ, આરોપી પક્ષે થયેલ દલીલો મંજુર ગણી અને આરોપી મનોજ ઉર્ફે સંજય સવદાસ ગોરાણીયાને જામનગરની એડી.સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો  આ કેશમાં આરોપી પક્ષે વિદ્વાન વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨ ગોહીલ, રજનીકાંત આ૨.નાખવા , નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version