Home Gujarat Jamnagar કાલાવડના પટેલ યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી: ખોટકાયેલી જીપ બટકાવી દીધી!

કાલાવડના પટેલ યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી: ખોટકાયેલી જીપ બટકાવી દીધી!

0

કાલાવડના યુવાન સાથે ઓનલાઇન છેતરપીંડી: ખોટકાયેલી જીપ બટકાવી દીધી!

  • મહારાષ્ટ્રના બે શખ્સોએ રૂા.5 લાખ 40 હજારની છેતરપિંડી આચયા ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ફેબ્રુઆરી ૨૩: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક યુવાનને ઓનલાઈન જીપની ખરીદી કરવામાં કડવો અનુભવ થયો છે, અને મહારાષ્ટ્રના બે શખ્સોએ ખામીવાળી જીપ પધરાવી દઈ રૂપિયા 5.40 લાખ ની રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વિરડીયા નામના 38 વર્ષના પટેલ યુવાને મહારાષ્ટ્રના મુંબઈના શૈલેષ જૈન તેમજ દાનિશ અખ્તર અંસારી નામના બે શખ્સો સામે જીપની ખરીદીના બહાને પોતાની સાથે રૂપિયા પાંચ લાખ ચાલીસ હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદી યુવાને બંને આરોપીઓ પાસેથી ઓનલાઈન શોપિંગના માધ્યમથી જૂની કમ્પાસ જીપ ખરીદી હતી. બંને વચ્ચે 10 લાખ રૂપિયામાં સોદો થયો હતો, અને તે રકમ ઓનલાઈન પેમેન્ટ કરી દીધા પછી જીપ મંગાવી હતી, પરંતુ તે જીપ ખામીવાળી આવી હોવાથી પરત મોકલાવી લીધી હતી.

જેની અડધી રકમ એટલે કે 4.60,000 આરોપીએ ચૂકવી દીધા હતા, પરંતુ હજુ પાંચ લાખ ચાલીસ હજારની રકમ આપવાની બાકી હતી. જે બે મહિનાથી આપતા ન હતા, અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version