Home Gujarat Jamnagar ‘દેશદેવી ન્યુઝ’નો વધુ એક પડઘો : લાખોટા તળાવ પર પોલીસ બની તોડ...

‘દેશદેવી ન્યુઝ’નો વધુ એક પડઘો : લાખોટા તળાવ પર પોલીસ બની તોડ કરતા “ઠગબાજે” ખોલ્યો તોડનો પેટારો

0

‘દેશદેવી ન્યુઝ’નો વધુ એક પડઘો : ઢગબાજના અહેવાલ પ્રસિઘ્ધ થયા બાદ અનેક લોકો છેતરાયાનો થયો અહેસાસ: લોકો પહોંચ્યા પોલીસ મથકે પહોંચ્યા.

જામનગરના લાખોટા તળાવની અંદર યુવક-યુવતિઓને પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરતો શખસ ઝડપાયો

સીકયુરીટી ગાર્ડ સાથે કરી ઝપાઝપી, પોતાનો મોબાઇલ કોઇના હાથમાં ન આવે તે તળાવમાં ફેંકી દીધો..!

ઓખામંડળના બાટીસા ગામનો બુધાભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા નામનો શખસ સીટી-એના પાંજરે પુરાયો.દેશ દેવી ન્યુઝ જામનગર 16. જામનગરના લાખોટા તળાવની અંદર હરતા-ફરતા યુવક-યુવતિઓને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી તેઓને ધમકાવી પૈસા પાડવતા હોય આ શખસ ઝડપાયો હોવાના અહેવાલ ‘દેશદેવી ન્યુઝ’એ બુધવાર તા. 16-3-2022ના રોજ સૌથી પહેલા પ્રકાશીત કર્યા હતા જે વાયુવેગે શહેરભરમાં વાયરલ થયા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળમાં આવેલ બાટીસા ગામનો બુધાભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા નામનો શખસ જામનગરના લાખોટા તળાવની અંદર હરવા-ફરવા આવતા યુવક-યુવતિઓને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી તેઓને ધમકાવીને પૈસાનો તોડ કરતો હતો. આ અંગે લાખોટા તળાવની સીક્યુરીટીના જવાનોને આ શખસ શંકાસ્પદ જણાઇ આવતા તેને જડત લેવાની કોશિષ કરી હતી પરંતુ આ ‘ફુલ ફોર્મ’માં રહેલા આ ઠગબાજે સીકયુરીટીના માણસો સાથે ઝપાઝપી કરી હતી અને પોતાનો મોબાઇલ ઘા કરીને તળાવમાં નાંખી દીધો હતો. બાદમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જયાં જામનગર પોલીસે સરાભરા કરતા બન્યો પોપટ અને પોતે કરેલા કાંડનો પીટારો ખોલતા પોલીસે આ શખસની અટકાયત કરી હતી.

‘દેશદેવી ન્યુઝ’ દ્વારા આ ઠગબાજનો અહેવાલ પ્રકાશિત કરતા આ સીન-સપાટા કરતા યુવાને અનેક યુવક-યુવતિઓ અને અન્ય લોકોને આવી જ રીતે પોલીસની ઓળખ આપી-ધાક ધમકીથી ખુબ જ ‘તોડ’ કરેલ હોય તેવા અનેક લોકો આ શખસ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ કરવા સામે આવી રહ્યા છે.હાલ, જામનગર સીટી-એ પોલીસે આ શખસની અટકાયત કરીને તેને દરબારગઢ ચોકીએ લઇ ગઇ તેની આકરી પુછપરછ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક લોકો સાથે ઢગી કરનાર આ શખસની પુછતાછમાં અનેક નવા ખુલાસાઓ થશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version