Home Devbhumi Dwarka અનૈતિક સંબધની લાલચ આપી વૃઘ્ધની ઘાતકી હત્યા કરાઈ : ભેદ ઉકેલાયો :...

અનૈતિક સંબધની લાલચ આપી વૃઘ્ધની ઘાતકી હત્યા કરાઈ : ભેદ ઉકેલાયો : આરોપી દંપતિની ધરપકડ

0

દ્વારકામાં થયેલ વૃઘ્ધની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી દંપતિની ધરપકડ

અનૈતિક સંબંધની લાલચ આપી બાવળની ઝાડીમાં લઇ ગયા બાદ હત્યા નિપજાવ્યાનું ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર-દ્વારકા: 23. યાત્રાધામ દ્વારકાની ભાગોળે જામનગર રોડ પર અવાવરૂ સ્થળે વૃધ્ધની ઘાતકી હત્યાના બનાવનો ભેદ સ્થાનિક પોલીસ અને ક્રાંઇમ બ્રાંચએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા આરોપી ડીસા પંથકના સદરપુરના વતની દંપતિને પકડી પાડયુ હતુ.પોલીસે મૃતક વૃધ્ધનો મોબાઇલ અને થેલો બંને પાસેથી કબજે લીઘો હતો.
હત્યા પ્રકરણમાં પ્રાથમિક તબકકે આરોપી મહિલાએ સંબંધની લાલચ આપી તેને અવાવરૂ સ્થળે લઇ ગયા બાદ પાછળથી આવેલા તેના પતિએ પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દિધુ હોવાનુ ખુલ્યુ છે.જે બાદ મૃતદેહને સળગાવી અર્ધબળેલી હાલતમાં મુકી નાશી છુટયાનુ ખુલ્યુ છે. દ્વારકા નજીક જામનગર રોડ પર એક હોટલ નજીક અવાવરૂ સ્થળે બાવળની ઝાડી પાસેથી એક વૃધ્ધનો અર્ધબળેલો મૃતદેહ સાંપડયો હતો.જેની જાણ થતા પીઆઇ પી.એ. પરમાર અને મદદનીશ મશરીભાઇ સહિતની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મૃતકના કોલર ટેગના આધારે કચ્છ ભણી તપાસ લંબાવતા મૃતક વૃધ્ધ મેમાભાઇ પંચાણભાઇ ચાવડા રે. વિરા હોવાની ઓળખ મળી હતી.

જેની જાણ કરતા મૃતકના પુત્ર માલદેભાઇ ઉર્ફે માધાભાઇ ચાવડા આવ્યા હતા.જેની ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.પોલીસે બાતમીદારો ઉપરાંત ટેકનીકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી આરોપી યુગલ દિપક ઇશ્વરભાઇ છત્રાલીયા અને તેના પત્ની લીલાબેનને સકંજામાં લીધા હતા.પોલીસે બંનેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ભાંગી પડયા હતા અને ગુનો કબુલ્યો હતો.પોલીસે બંનેના કબજામાંથી મૃતકનો મોબાઇલ અને થેલો પણ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી મહિલાએ સંબંધની લાલચ આપી મૃતકને બાવળની કાટમાં લઇ ગયા બાદ પાછળથી આવેલા તેના પતિ દિપકે માથા, કપાળ અને નાકના ભાગે પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને સળગાવી અર્ધબળેલી હાલતમાં મુકી મોબાઇલ-થેલો લઇ નાશી છુટયાનુ સામે આવ્યુ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version