કાલાવડ તાલુકાના બાંગામાં સત્સંગમાં નહીં આવવા દેવા બાબતે વૃઘ્ધ ઉપર હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર 19.કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા અને ખેતી કરતા ગોપાલભાઈ ભુરાભાઈ ચોવટીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ બુધવારે સવારના સમયે બજારમાં રમેશ નાથા ચોવટીયાની દુકાન પાસેથી પસાર થતા હતાં ત્યારે રમેશ ચોવટીયા નામના શખ્સે વૃધ્ધ ગોપાલભાઈને આંતરીને ‘તારા ઘરના સભ્યોને અમારા ઘરે સત્સંગમાં કેમ આવવા દેતો નથી’ તેમ કહી અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી.