જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૬ એપ્રિલ ર૫ જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-૧ માં અધિકારી ની બઢતી ના પ્રશ્ને આજે અધિકારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જામનગર મહાનગર પાલિકામાં વર્ગ-૧ ના અધિકારીઓ જેવા કે, આસી. કમીશનર, એકઝી. એન્જી., ચિફ ઓડીટર સહિત ના હોદ્દા ઉપર બઢતી માટે લાંબા સમય થી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
બઢતી માટેની પાંચ ફાઈલો ઓફિસર્સ સ્ટાફ સીલેકશન કમિટી સમક્ષ લાંબા સમય થી પેન્ડીંગમાં છે. પરંતુ ત્યાંથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો હોવા થી આજ થી વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે.