આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે..
ગુજરાતની હોસ્પિટલો માટે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૬. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટે 108ની જેમ એક જ નંબર જાહેર કરાશે અને આ માટે એક કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવશે.
આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય પ્રધાન આ સમસ્યાઓ અંગે થયેલી રજૂઆત અને તેના અનુસંધાને આપવામાં આવેલા આદેશોનું સીધું મોનિટરીંગ કરશે.
ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટેના આ નંબરથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી હાલાકીઓ બાબતે સુધારો આવશે. હોસ્પિટલોમા પાણી, ગંદકી, શૌચાલય, લાઇનો, સ્ટાફના અયોગ્ય વર્તન અને હોસ્પિટલમા પડતી કોઇ પણ અગવડો બાબતે ફરિયાદ કરી શકાશે.