Home Gujarat Jamnagar જામનગર સાતનાલા મુખ્ય કેનાલ સહિતના ૫૦ ગેરકાયદે દબાણોને નોટીસ

જામનગર સાતનાલા મુખ્ય કેનાલ સહિતના ૫૦ ગેરકાયદે દબાણોને નોટીસ

0

જામનગરમાં ધરાર નગર સાતનાલા નજીક પાણીની મુખ્ય કેનાલ સહિત મહાનગરપાલિકાની જગ્યામાં ૫૦થી વધુ ગેરકાયદે દબાણો ખડકાયા

  • મ.ન.પા.ની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા મકાન-દુકાન સહિતના દબાણ કર્તાઓને નોટિસ પાઠવાઇ : ૧૫ દિવસનું અલ્ટીમેટમ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ માર્ચ ૨૫, જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આજે સવારે એમપી શાહ ઉદ્યોગ નગરની પાછળના ધરાર નગર સાતનાલા વિસ્તારના ૫૦થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી ૧૫ દિવસમાં જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. ધરાર નગર સાતનાલા પાસેથી પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે, જે કેનાલ ઉપર કેટલાક મકાનો અથવા તો ધંધાના સ્થળો ખડકી દેવાયા છે. ઉપરાંત એક સમાજની વાડીનું બાંધકામ પણ કરી લેવામાં આવ્યું છે.જે તમામને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી નિતીન મહેતા , અનવર ગજણ ની ટિમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની જગ્યા ખુલી કરાવી દેવા માટે ૧૫ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. જેને લઈને દબાણ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version