Home Gujarat Jamnagar જામનગરમાં હવે કોઈ ભૂખ્યા નહીં સૂવે : રીવાબા જાડેજા

જામનગરમાં હવે કોઈ ભૂખ્યા નહીં સૂવે : રીવાબા જાડેજા

0

જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારમાં જુદાજુદા કેન્દ્રો પર ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનો કરાયો પ્રારંભ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ નવેમ્બર ૨૩, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા ૧૫૫ કેન્દ્રો પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાયો છે, જેની સાથે સાથે જામનગરમાં ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય રિવાબા જાડેજા ની ઉપસ્થિતિમાં અલગ અલગ ૧૦ કેન્દ્ર પર થી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને માત્ર પાંચ રૂપિયામાં શ્રમિક પરિવારજનોને પોસ્ટિક આહાર મળી રહે, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જામનગર માં ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજે ધનતેરસના પવિત્ર તહેવારના દિવસે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ તેઓની સાથે સાસકપક્ષના નેતા આશિષ જોષી, કોર્પોરેટર કિશનભાઇ માડમ, સુભાષ જોશી, સરોજબેન વિરાણી, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રસિંહ ઝાલા શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ ઉપરાંત શહેર ભાજપના અન્ય વોર્ડના કાર્યકરો વગેરેની ઉપસ્થિતિમાં જુદા જુદા કેન્દ્ર પરથી શ્રમિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું, જ્યારે સૌપ્રથમ શ્રમિકોની સાથે ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેમણે પણ શ્રમિકોની સાથે સાથે ભોજન આરોગ્ય હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version