જામનગર શહેર ભાજપના ૧૬ માંથી ૧૪માં નવા વોર્ડ પ્રમુખોની જાહેરાત કરાઈ
-
સંગઠન પર્વ ૨૦૨૪- કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર નિમણૂક અપાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ ડીસેમ્બર ૨૪ ,જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત જામનગર ભાજપ સંગઠન પર્વ ૨૦૨૪ માં કેન્દ્રીય સમિતિની માર્ગદર્શિકા અનુસાર પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખો સાથે વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે જામનગર મહાનગરના કુલ ૧૬ વોર્ડ પૈકી ૧૪ વોર્ડના પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે.
જામનગર મહાનગરના વિવિધ વોર્ડ માટે નિયુક્ત કરાયેલા નવા પ્રમુખોની યાદી પ્રમાણે વોર્ડ નંબર -૧ માં અકબરભાઈ હુસેનભાઈ કકલ ની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર -૩ માં નરેશભાઈ સંજયભાઈ ગઢવી, વોર્ડ નંબર -૪ માં શૈલેન્દ્રસિંહ મજબુતસિંહ વાઢેર જ્યારે વોર્ડ નંબર પાંચ માં વિવેક હરીશભાઈ ખેતાણી નિમણુંક કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર ૬ માં નરેશ ગોવિંદભાઈ ધવળ, વોર્ડ નંબર -૭ માં ભવ્યભાઈ રસિકભાઈ પાલા, વોર્ડ નંબર -૮માં દર્શિત જીતેન્દ્રભાઈ ચૌહાણ, વોર્ડ નંબર નવ માં બ્રિજેશ દિલીપભાઈ, વોર્ડ નંબર , ૧૦ માં દિનેશ ભરતભાઈ ચૌહાણણી નિયુક્તિ કરાઈ છે.આ ઉપરાંત વોર્ડ નંબર ૧૧ માં જયભાઈ વિનોદભાઈ નડીયાપરા વોર્ડ નંબર ૧૨ માં ભાવેશભાઈ શાંતિલાલ પરમાર, વોર્ડ નંબર ૧૩ માં મોહિત મુકેશભાઈ મંગી, વોર્ડ નંબર ૧૪ માં નાનજીભાઈ વશરામભાઈ નાખવા, અને વોર્ડ નંબર ૧૬ માં શૈલેષભાઈ વિનોદરાય કુબાવતની નિમણૂક કરવામાં આવી છે.